રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં આજ રોજ 12 નવા પોઝીટીવ કેસ નોંધાયો છે.જેની સામે સોળ જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જે પૈકી ૨૪૭ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૪૭ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી ૧૪ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, ૫ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને ૨૮ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૬૮૭ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૪૫૩ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.જિલ્લામાં આજની તારીખે કુલ ૭૩ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૦૩ ઘરોને આવરી લઈ ૧૩૧૫ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૦ બફર ઝોન (એક્ટિવ)મા ૪૯૬ ઘરોને સાંકળી લઈ ૨૦૬૭ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૪૦ RT PCR અને ૧૨૮ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૬૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૪૦ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.જિલ્લામા આજદિન સુધી કુલ ૪૧૮૦૮ લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી ૨૯૪ વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ નોંધાવા પામ્યા છે…
શેખર ખેરનાર ડાંગ