Home Business નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ જેના પર કોઈ GST ભરવાનો બાકી...

નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ જેના પર કોઈ GST ભરવાનો બાકી નથી તે હવે SMS મોકલીને GST રિટર્ન ભરી શકશે.

6
0

નાના વેપારીઓ માટે GST રિટર્ન (GST Return) ભરવા માટે વધુ એક પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે. GST નેટવર્ક (GSTN)એ કમ્પોઝિશન ટેક્સપેયર્સ માટે જેઓની લાયેબિલિટી શૂન્ય છે, તેઓ માટે SMS મારફતે ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. કમ્પોઝિશન સ્કીમ હેઠળ કુલ 17.11 લાખ ટેક્સપેયર્સ રજિસ્ટર્ડ છે. તેમાંથી 20 ટકા એટલે કે 3.5 લાખ ટેક્સપેયર્સ NIL રિટર્નવાળા છે.
તેનો મતલબ એ થયો કે, હવે નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ જેના પર કોઈ GST ભરવાનો બાકી નથી તે હવે SMS મોકલીને GST રિટર્ન ભરી શકશે. તેઓને GST પોર્ટલ પર જવાની જરૂર નથી. જો કે, જે બિઝનેસ હાઉસ પર ટેક્સ ભરવાનો બાકી છે તે લોકોને આ સુવિધાનો ફાયદો મળશે નહીં.
આવા ટેક્સપેયર્સ GST CMP-08માં SMS મારફતે NIL સ્ટેટમેન્ટ ભરી શકે છે. તેઓને GSTNના પોર્ટલ પર જઈને લોગ ઈન કરવું પડશે નહીં. CMP-08 એક ત્રિમાસિક સ્ટેટમેન્ટ હોય છે, જેને કમ્પોઝિશન ટેક્સપેયર્સને ભરવાનું હોય છે. SMS મારફતે કેવી રીતે ટેક્સ રિટર્ન ભરવાનું છે તેની પ્રક્રિયા GSTN દ્વારા જણાવવામાં આવી છે.
SMS મારફતે ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયાઃ
-અસેસી (Assessee)ને પોતાના મોબાઈલમાં ‘NIL C8GSTINReturn Period’ ટાઈપ કરીને તેને 14409 પર મોકલી દો.
– SMS મોકલ્યા બાદ ટેક્સપેયર્સને 6 ડિજિટનો એક વેરિફિકેશન કોડ મોબાઈલ પર આવશે
– આ 6 ડિજિટ કોડને ફરીથી 14409 પર મોકલવો પડશે જેથી NIL ફોર્મ CMP-08 કન્ફર્મ થઈ શકે
– GST પોર્ટલ ટેક્યપેયર્સને મોબાઈલ, ઈમેઈલ પર Application Reference Number (ARN) મોકલશે
– ટેક્સપેયર્સને GST પોર્ટલ પર ફોર્મ CMP-08નું સ્ટેટસ જોઈ શકાય છે. જેના પર FILED દેખાશે.
– જો ટેક્સપેયર્સે આ પ્રક્રિયા મુજબ SMS નહીં મોકલે તો તેનો રિટર્ન દાખલ થશે નહીં
કોણ હોય છે કમ્પોઝિશન ટેક્સપેયર્સ?
– એ ટેક્સપેયર્સન કે જેમનું વાર્ષિક ટર્ન ઓવર 1.5 કરોડ રૂપિયા કે તેનાથી ઓછું હોય
– એવા ટેક્સપેયર્સ કે જેને 1%, 5% અને 6%ની દર પર GST ભરવાનો છે
– મેન્યુફેક્ચર્સ માટે GST રેટ 1%, રેસ્ટોરન્ટ માટે GST રેટ 5% અને બીજા સર્વિસ પ્રોવાઈડર માટે GST રેટ 6% હોય છે.
– આવા ટેક્સપેયર્સને ફક્ત ત્રિમાસિક આધાર પર જ ટેક્સ રિટર્ન દાખલ કરવાનું હોય છે
– આવા ટેક્સપેયર્સને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો મળતો નથી.
– આવા ટેક્સપેયર્સ ટેક્સ ઈનવોઈઝ પણ જાહેર કરી શકતા નથી.

Previous articleગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન
Next articleકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ મુખ્યમંત્રી નીતીશકુમાર પર જોરદાર પ્રહારો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here