Home Bollywood હાલ દેશના હિરો અને લાખો લોકોના આશિર્વાદ મેળવનાર સોનૂ સૂદે અક્ષય કુમારને...

હાલ દેશના હિરો અને લાખો લોકોના આશિર્વાદ મેળવનાર સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને કહી આ મોટી વાત…

13
0

બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદે કોરોના કાળમાં જરૂરિયામંદોની મદદ કરવાનું અભિયાન ચલાવ્યું છે. કોઈને ઘરે પહોંચવાનું હોય, કોઈને ઘર બનાવવાનું હોય કે પછી કોઈપણ મુશ્કેલી હોય સોનૂ સૂદ મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તે પોતાના આ કામોને લઈને જ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને વાત કરી છે. તેણે કહ્યું કે અક્ષય કુમાર નોટ ઝડપથી ગણે છે.
હાલમાં જ નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહા સીઝન-5માં સોનૂ સૂદ નજરે પડ્યો હતો. આ સમયે તેમણે બોલિવૂડના જાણીતા સ્ટાર્સ અને સુપરપાવર્સ વિશે પૂછવામાં આવ્યું હતું. ફરાહ ખાનને લઈને સોનૂ સૂદે કહ્યું કે તેને તમારા પર રાડો નાખવા માટે માઈકની જરૂર નથી. જો તે મુંબઈમાં બોલશે તો તેમનો અવાજ પંજાબ સુધી સંભળાશે.
આ પછી તેણે અક્ષય કુમારના સુપરપાવર વિશે જણાવતા કહ્યું હતું કે નોટ ખુબ ઝડપથી ગણે છે મિત્ર. જેટલા પૈસા કમાય છે તે ધડ ધડ ધડ ધડ ગણે છે. મને લાગે છે કે પૈસા ગણવાનું મશીન પણ લીધુ હશે. પરંતુ કહેતો હશે કે ખુબ ધીમી નોટોની ગણતરી કરે છે. તેને હટાઓ.
હાલમાં સોનૂ સૂદે નેશનલ કરાટે પ્લેયરની સર્જરી કરાવવાની જવાબદારી લીધી છે. ટ્વિટર પર એક યુઝર્સે લખ્યું હતું કે સર મારી મિત્ર વિજેંદર કૌર SGFI નેશનલ કરાટે પ્લેયર છે. 7 મહિના પહેલા જાન્યુઆરીમાં પ્રેક્ટિસ દરમિયાન તેમના સીધા પગમાં ઘુંટણમાં ઈજા પહોંચી હતી. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે સર્જરી નથી કરવા શકતી. અમે ઘણી જગ્યાઓ પર મદદ માંગી પરંતુ કોઈ ફાયદો ન થયો. મહેરબાની કરીને આપણા દેશની દિકરીની મદદ કરો.
તેના જવાબમાં સોનૂ સૂદે લખ્યું હતું કે તું ફરીથી દેશ માટે રમશે. રિપોર્ટ શેર કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તારી સર્જરી થઈ જશે. પોતાના પગ પર ઉભા થવા માટે તૈયાર થઈ જા મારા મિત્ર.

Previous articleડાકોર પાલિકા પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ
Next articleકોરોના અને બેરોજગારીનો બમણો ભરડો, વિશ્વભરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here