Home Gujarat ઊંઝા APMC સેસ કૌભાંડમાં આક્ષેપ કરનારા સૌમિલ પટેલની હાલ પોલીસે અટકાયત કરી...

ઊંઝા APMC સેસ કૌભાંડમાં આક્ષેપ કરનારા સૌમિલ પટેલની હાલ પોલીસે અટકાયત કરી છે….

60
0

ઊંઝા APMC સેસ કૌભાંડના મામલામાં આજે એક નવો ટ્વિસ્ટ સામે આવી રહ્યો છે. ઊંઝા APMC સેસ કૌભાંડમાં આક્ષેપ કરનારા સૌમિલ પટેલની હાલ પોલીસે અટકાયત કરી છે. જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ તપાસમાં હાજર થવા મુદ્દે એક કલાકની પુછપરછ બાદ પોલીસે સૌમિલ પટેલની અટકાયત કરી છે.
તમને જણાવીએ કે સૌમિલ પટેલે ઊંઝા APMC સેસ કૌભાંડમાં સત્તાધીશો સામે અનેક મોટા આક્ષેપ કર્યા છે. આજે જ્યારે સૌમિલ પટેલ જિલ્લા રજિસ્ટ્રારને મળવા પહોંચ્યા હતા, ત્યારે તેમની પુછપરછ બાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે સૌમિલને પુરાવા સાથે હાજર રહેવા નોટિસ આપી હતી. પરંતુ તેઓ પુરાવા રજૂ કરી શક્યા નહોતા.
હું તમામ પુરાવાઓ સાથે રજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈશ : સૌમિલ
જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ તપાસમાં હાજર થવા મુદ્દે સૌમિલ પટેલે જણાવ્યુ હતું કે, મેં જાહેર કરેલું કૌભાંડ ચેરમેન દિનેશ પટેલ અને તેમન મળતીયાઓ દ્વારા આચરવામાં આવ્યું જ છે. મેં તે અંગેના વિડીઓ ફૂટેજ સહિતના પુરાવાઓ માધ્યમોમાં આપ્યા છે અને રજિસ્ટ્રારે મને ગુરૂવારે તપાસમાં બોલાવ્યો છે. જેથી હું તમામ વિડીઓ ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાઓ સાથે રજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈ તમામ પુરાવાઓ આપીશ અને તપાસમાં પૂર્ણ સહયોગ આપીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીના સેસ કેશ કૌભાંડનો પર્દાફાશ કરનાર એપીએમસીના જ ક્લાર્કે અગાઉ ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ધારાસભ્ય આશા પટેલ ઉપર કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. હવે તેમણે એક નવો ઘટસ્ફોટ કર્યો છે કે દર પંદર દિવસે એપીએમસીમાં સેસ ઉઘરાણીનો પાંચ દિવસનો રાઉન્ડ આવતો હતો અને આ સેસ કલેક્શનના અંતે ચેરમેન તેઓના મોબાઈલ નંબરથી મારી સાથે વાત કરતા હતા અને કેટલું કલેક્શન આવ્યું તે જાણીને તે રકમ કનુભાઈને આપી દેવાની સૂચના આપતા હતા.
જેથી આ કૌભાંડમાં સામેલ ચેરમેનના સચોટ પુરાવા જોઈતા હોય તો મારા, ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલના 15 માસના કોલના સીડીઆર કઢાવવા જોઈએ. તેની તપાસ કરવામાં આવે તો કેટલી સેસની રકમ ઉઘરાવાઈ, કેટલી રકમ બારોબાર ચરેમેનના માણસ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ પટેલને અપાઈ તેના પુરાવાઓ મળી જશે.
જો કોલ ડીટેઇલ તપાસવામાં આવે તો ચેરમેન, સેક્રેટરી સહિતના કૌભાંડીઓ માટે છટકવાના તમામ રસ્તા બંધ થઈ જશે તેમ સૌમિલ પટેલે જણાવ્યું છે. સૌમિલ પટેલ આવતીકાલે જિલ્લા રજિસ્ટ્રારને કૌભાંડના પુરાવા આપશે.
સૌમિલ પટેલે જણાવ્યું હતું કે વિડીઓ ફૂટેજ સાથે મે આ કૌભાંડજાહેર કર્યું છે છતાં વધુ પુરાવા જોઈતા હોય તો સરકાર સ્વતંત્ર તપાસ એજન્સી જોડે તપાસ કરાવે. છેલ્લા 15 મહિનાના ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ, ચેરમેનના માણસ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ પટેલ અને મારા પોતાના પણ તમામ કોલ રેકોર્ડીંગ મંગાવી તપાસ કરે.


Previous articleભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નીતી આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલનું કહેવું છે કે,…
Next articleરાજ્યમાં કોરોના વાયરસના કારણે દરરોજ એક પછી એક ગામો, તાલુકા અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here