Home South-Gujarat દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા બારડોલીનાં બાલદા સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા બારડોલીનાં બાલદા સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

7
0

દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા સુરત જીલ્લાનાં બારડોલી તાલુકાનાં બાલદા મુકામે સ્મશાનગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રથમ વૃક્ષવંદન પ્રમુખ વસંતભાઇ ચૌધરીએ કર્યું હતું. સરપંચ જ્યોતિબેને શાબ્દિક પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે મહામંત્રી પ્રભુદાસભાઈ અને ઉપપ્રમુખ વિલાસભાઈએ વૃક્ષોનું જીવનમાં શું મહત્ત્વ છે તે અંગેની સમજ આપી હતી. ત્યારબાદ બારડોલી સ્મશાનગૃહમાં પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજનાં પ્રમુખ વસંતભાઇ ચૌધરી, મહામંત્રી પ્રભુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ડો.વિલાસભાઈ ચૌધરી, કે. ટી.ચૌધરી, દાનસીંગભાઈ, તાલુકા પંચાયતનાં સભ્ય બીપીનભાઈ, કિશોરભાઈ, શ્રીમતી પુષ્પાબેન, જાગૃતિબેન, સરપંચ શ્રીમતી જ્યોતિબેન, લાલસીંગભાઈ, વિશ્વજીતભાઈ વિગેરે હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે વિશ્વજીતભાઇ ચૌધરીએ સેવા આપી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવડોદરામાં શ્રધ્ધાભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળી
Next articleસરકારની ગાઈડલાઈન ના પાલન સાથે રાજપીપળામાં 29 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here