ગ્રામ્ય વિસ્તાર ની પ્રજા કોરોના ટેસ્ટિંગ થી ડરે છે
ભાજપ કોંગ્રેસ ના નેતાઓ એ મતવિસ્તાર માં જઈ લોકોને સમજાવવા નું કામ કરવું જરૂરી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો માં કોરોના પોઝિટિવ કેસ અને મોત નો ગ્રાફ ઝડપભેર વધી રહ્યા છે ત્યાં કોરોના અંગેની જન જાગૃતિ ની ખાસ જરુર જણાઈ રહી છે.
જેમાં જાણવા મળ્યા મુજબ જિલ્લા માં એપ્રિલ માસ માં રાજપીપલા શહેર કરતા ગામડાઓ માં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે ખાસ તો ઊંડાણ ના ગામડાઓ માં જ્યાં આરોગ્ય સુવિધા તેમજ જાગૃતિ નો અભાવ છે ગરીબ અને અબુધ આદિવાસીઓ સમજદારી ના અભાવ ને કારણે કોરોના થી ડરી રહ્યા છે અને તેથી જયારે તાવ શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય ત્યારે આરોગ્ય કેન્દ્ર માં જવા ને બદલે ઘરગથ્થુ ઉપાયો કરે છે કે ઝોલાછાપ ડોક્ટર ને શરણે જાય છે અને તબિયત વધારે બગડે ત્યારે અન્યો ના સહારે આરોગ્ય કેન્દ્ર માં જાય છે સાથે સાથે ગામડા ના લોકો કોરોના સેમ્પ્લ ટેસ્ટ આપતા ડરે છે અને ગાઇડલાઇન નું પાલન નથી થતું લગ્ન સગાઇ કે મરણ પ્રસંગે ભીડ થાય છે લોકો માસ્ક પહેર્યા વિના બિન્દાસ ફરેછે. આ સંજોગો માં જનજાગૃતિ અને જરૂર પડે વ્યક્તિગત કાઉન્સેલિંગ ની જરુર છે આ કટોકટી માં રાજનીતિ બાજુએ મૂકી બદલા ની ભાવના છોડી ભાજપ કોંગ્રેસ ના નેતાઓ એ ગામડે જઈ જે રીતે ચૂંટણી માં ઘેર ઘેર ફરી પ્રચાર કર્યો હતો તે રીતે ડોર તું ડોર જઈ લોકો ને માસ્ક પહેરવા,ટેસ્ટ કરાવા તેમજ રસીકરણ માટે જરૂરી સમજ આપવી જોઈએ એ અત્યારે મોકો છે લોકો એ આપેલા મત નું વળતર ચુકવવા નો તેમ હાલની સ્થિતિ માં લાગી રહ્યું છે.