Home Rajpipla રાજપીપળામાં નગરપાલિકા દ્વારા ઓક્સીજન આપતા ખાસ રોપાઓ નું સાંસદની ઉપસ્થિતમા વૃક્ષારોપણ કરાયું

રાજપીપળામાં નગરપાલિકા દ્વારા ઓક્સીજન આપતા ખાસ રોપાઓ નું સાંસદની ઉપસ્થિતમા વૃક્ષારોપણ કરાયું

15
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા સફેદ ટાવર પાસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસાદ મનસુખ ભાઇ વસાવા,પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા સહિત ભાજપ કાર્યકરો અને પાલીકા સ્ટાફ હાજર રહ્યો હતો.


નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપળા ખાતે નગર પાલિકા દ્વારા શહેર ની મધ્યમાં આવેલ રોડ ડિવાઈડર ની મધ્યમાં  ખાસ કોલો કાર્પસ નામના છોડવાઓ નું રોપાણ  સાંસદ મનસુખ વસાવા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ છોડની ખાસિયત એ છે કે તે વધુ પ્રમાણમાં ઊંચા કે પહોળા થતા નથી પરંતુ મધ્યમ કદના હોવા છતાં વધુ ઓક્સિજન આપે છે માટે કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરીયાત બાદ હવે આવા છોડ રોપવા જરૂરી જણાતા પાલીકા દ્વારા ખાસ તેનું રોપણ કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગના કારણે દરેક ઋતુએ સન્તુલન ગુમાવ્યું છે સાથેજ ઓક્સિજન ની કમીએ માનવજીવન ને પણ અસ્ત વ્યસ્ત કર્યું છે ત્યારે હવે વધુ વૃક્ષ વાવી ગુજરાત ને હરિયાળું બનાવવાની સાથે સાથે વધુ ઓક્સિજન યુક્ત બનવાવા ની ગુજરાત સરકાર ની નેમ છે જેમાં ગૌચર જમીન અને ખુલ્લા પ્લોટો માં તો વૃક્ષારોપણ થાય જ છે પરંતુ શહેરી  વિસ્તારમાં પણ રસ્તાઓ મોટા થવાથી વાહનોના પ્રદુષણને કારણે ઓક્સિજનની કમી વર્તાય છે ત્યારે આવા શહેરી  વિસ્તારમાં પણ વૃક્ષારોપણ ની જરૂરિયાત છે એટલેજ રાજપીપલા ખાતે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,આ વૃક્ષારોપણ કાર્ય ને સાંસદ મનસુખ વસાવા એ બિરદાવ્યું હતું
રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નગરની વચ્ચે પણ વાહનોના પ્રદુષણ ને કારણે ઓક્સિજન ની માત્રમાં ઘટાડો થાય છે માટે ગામના વેપારીઓ અને લોકો ને આ વૃક્ષારોપણ થી લાભ થશે.


Previous articleવાહ રે કુદરત તારો અદભૂત નજારો એટલે વઘઇનો ગીરાધોધ
Next articleઇન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતામાં થયેલો પ્રેમસંબંધ મોંઘો પડ્યો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here