South-Gujarat

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક વેપારી એસોસિએશન દ્વારા 30મી એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરાયો…

કોરોનાની વકરી રહેલ પરિસ્થિતિનાં કારણે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે લારીગલ્લા એસોસિએશન તેમજ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા 15 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક વેપારીઓ દ્વારા રેસ્ટોરન્ટ તેમજ લારી ગલ્લાઓને 15 દિવસ સુધી સ્વંયભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.છેલ્લા એક વર્ષથી સાપુતારામાં ધંધા રોજગાર ઠપ્પ પડ્યા છે.આ વર્ષે અનલોકડાઉન અને કોરોનાનાં કહેરનાં કારણે પ્રવાસીઓનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરમાં પ્રવાસીઓથી ઉભરાતા ગિરિમથક સાપુતારામાં કાગડાઓ ઉડી રહ્યા છે.સાથે લારી ગલ્લા વાળાઓ પ્રવાસીઓની રાહ જોવામાં દિવસો કાઢી નાખે છે.

ગત 10 દિવસથી ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ભારે ભરખમ વધારો થતા સાપુતારા લારી ગલ્લા એસોસિએશન તેમજ સાપુતારાની તમામ રેસ્ટોરન્ટ ચલાવનાર માલિકોએ 15 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.હાલમાં કોરોનાની વિકટ મહામારીમાં પ્રવાસીઓને પણ સાપુતારા ન આવવા માટે અપીલ કરાઈ છે.સાપુતારા લારીગલ્લા એસોસિએશનનાં પ્રમુખ રામચંદ્રભાઈ હડશે જણાવ્યુ હતુ કે કોરોનાની વકરી રહેલ પરિસ્થિતિનાં કારણે લોક ડાઉન કરવાની નોબત આવી છે.

અને પ્રવાસીઓ પણ સાપુતારામાં આવી રહ્યા નથી.ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સાપુતારાનાં તમામ નાના ધંધા રોજગાર ચલાવનાર તેમજ રેસ્ટોરન્ટ ચલાવનારા માલિકોએ સ્વયંભૂ 15 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દિવસે 2 વાગ્યાં સુધી અમુક આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે.જ્યારે રેસ્ટોરન્ટમાં ફક્ત જમવાનું પાર્સલ મળશે.એક વર્ષથી ખોટ ખાતા સાપુતારામાં તમામ હોટેલો ચાલુ જોવા મળે છે.પરંતુ કોરોનાનાં કારણે અહી પ્રવાસીઓ આવી રહ્યા નથી.જેથી પ્રવાસીઓની વાટ જોઈ થાકેલા નાના મોટા ધંધાર્થી હાલમાં સ્વંયભુ લોકડાઉનમાં જોડાવા માટે લાચાર બની ગયા છે.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.