Home Gujarat હાંસોટ તાલુકાના સાહોલગામ પંચાયતમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો

હાંસોટ તાલુકાના સાહોલગામ પંચાયતમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો

20
0

હાંસોટ તાલુકાના ગામ પંચાયત સાહોલ ખાતે કોવિડ 19 કોરોના મહામારી અંતર્ગત વેક્સિનની સમજ અને લોકજાગૃતિની સમજ માટે ગામ પંચાયત સાહોલના કમ્પાઉન્ડ માં મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્વયંભૂ બંધ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.ગામ પંચાયતની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે.સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધીનો સમય માન્ય રાખવામાં આવેલ છે.વચ્ચેના સમયગાળામાં તમામ ગામજનો સ્વયંભૂ બંધ પાળવા માટેની સહમતિ દર્શાવી છે.સાહોલ ગામમાં કોરોનાને અટકાવવા માટે સરપંચશ્રી,પંચાયત સભ્યો અને ગામજનોએ પોતાનો સહકાર આપવા તેમજ આવેલ મહામારીને અટકાવવા સહમતિ દર્શાવી છે.

રીપોર્ટર : વલસાબેન નિલેશકુમાર સોલંકી.


Previous articleઝઘડીયા જીઆઈડીસીની કેએલજે કંપની માંથી બેટન લોખંડની એંગલ ચેનલ અને બીમ ની ચોરી થઈ છે.
Next articleનેત્રંગમાં કોરોનાના કહેર સાથે કમોસમી વરસાદી માવઠું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here