Home India કાશ્મીરનાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડીગ્રી સાથે ૫ ફૂટ બરફની ચાદર છવાઈ છે.

કાશ્મીરનાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડીગ્રી સાથે ૫ ફૂટ બરફની ચાદર છવાઈ છે.

71
0

હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશનાં ૪ જિલ્લામાં હાડ ગાળતી ઠંડીથી પારો માઈનસની નીચે ગયો છે. બીજી તરફ કાશ્મીરનાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડીગ્રી સાથે ૫ ફૂટ બરફની ચાદર છવાઈ છે. ઘણા વર્ષો પછી કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. કાશ્મીરમાં શ્રીનગરમાં માઈનસ ૫.૨ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. કાઝીગુંડમાં માઈનસ ૩, ગુલમર્ગમાં માઈનસ ૧૧.૫, પહેલગામમાં માઈનસ ૧૧.૯, જ્યારે કુપવાડામાં -૩.૧ ડીગ્રી ઠંડી રહી હતી.
દિલ્હીમાં પારો ગગડીને ૪ ડિગ્રી રહી શકે છે
દિલ્હીમાં ૨૭ જાન્યુઆરી સુધીમાં પારો ગગડીને ૪ ડિગ્રી રહી શકે છે. દિલ્હીમાં ગાઢ ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી હતી. સફદરજંગ ખાતે ૨૦૦ મીટર અને પાલમ ખાતે ૧૦૦ મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. પરિણામે કેટલીક ફ્લાઈટ્સ તેમજ ટ્રેન સેવાઓ મોડી પડી હતી. એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૩૦ રહ્યો હતો. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાનમાં ૪-૫ દિવસ કોલ્ડવેવ ચાલુ રહેશે. દિલ્હીમાં સોમવારે પારો ૭.૪ ડિગ્રી નોંધાયો હતો.
આગામી બે દિવસમાં રાજસ્થાનમાં કોલ્ડ ડેનું એલર્ટ
રાજસ્થાનમાં ૧૪ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નીચે ગયું છે. માઉન્ટ આબુમાં પારો ઘટીને શૂન્ય પર રહ્યો છે. ચુરૂ, અલવર, પિલાની, સિકર, ભરતપુર, ધોલપુર અને કરૌલીમાં ૩-૪ દિવસ દિવસે પણ તાપમાન ઠંડું રહેવાની આગાહી કરાઈ છે.


Previous articleરાજ્યમાં વિવિધ સ્થળોએ રિપબ્લિક ડે ઉજવાયો.
Next articleકોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ હોટેલમાં ક્વોરન્ટાઈન ફરજિયાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here