Home Uncategorized અંકલેશ્વર ના એસટી ડેપો માં થી મહારાષ્ટ્રં જતી એસટી બસ બંધ કરવામાં...

અંકલેશ્વર ના એસટી ડેપો માં થી મહારાષ્ટ્રં જતી એસટી બસ બંધ કરવામાં આવી

53
0

કોરોના મહામારીને પગલે મહારાષ્ટ્ર માં જતી એસટી બસ સેવા રદ કરવામાં આવી.
શિડ્યુલ રદ કરાયેલ બસ ને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી


ગુજરાત તેમજ મહારાષ્ટ્રં માં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે એસટી વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર ના એસટી ડેપો માંથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો ના ૮ જેટલા શિડ્યુલ રદ કરવામાં આવ્યા છે અને શિડ્યુલ રદ કરાયેલ બસ ને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી મુજબ કોરોના મહામારી ના કારણે સમગ્ર અર્થતંત્ર પર ગંભીર અસર જોવા મળી રહી છે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર માં પણ કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે મુસાફરો ની સુરક્ષા ના ભાગરૂપે અંકલેશ્વર ના એસટી ડેપો માં થી મહારાષ્ટ્ર ના શાહદા નંદુરબાર, દોડાચ્યા, શિરડી, ચાલીસગાંવ, ધુલીયા તરફ જતી એસટી બસ ના ૮ જેટલા શિડ્યુલ કોરોના મહામારી ને કારણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે આ રૂટ પર દોડતી બસો ને અન્ય જીલ્લા ના આંતરિક રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી હોવાનું એસટી વિભાગ દ્વારા જાણવા મળ્યુ હતુ.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વયંભૂ વિક એન્ડ લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો
Next articleઅંકલેશ્વર ની કોવિડ ઈએસઆઈસી હોસ્પિટલ માટે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નાં પ્રમુખ દ્વારા ઓક્ષિજન સ્ટોર માટે એક ટેન્ક ની વ્યવસ્થા કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here