પ્રવર્તમાન સમયમાં પર્યાવરણનું જતન અને પોષણક્ષમ આહાર માનવજીવન માટે આશીર્વાદરૂપ સાબિત થશે : ડૉ. સંગીતા મિસ્ત્રી
સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અંકલેશ્વરમાં પોષણ વાટીકા ઉભી કરવા માટે વિવિધ પ્રકારના બીજ નું એક અઠવાડિયા અગાઉથી રોપા તૈયાર કરવા માટે આયોજન થયું હતું. ઓઝોન દિવસ ની ઉજવણી સાથે ડૉ. સંગીતાબેન મિસ્ત્રી શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના હસ્તેપોષણ વાટિકા તૈયાર કરવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતું તથા વિદ્યાર્થીઓ માટે શાકભાજી અને વિવિધ ઔષધિઓ વિષય પર પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. શાળામાં પોષણ વાટિકા તૈયાર કરવા માટે મદદનીશ શિક્ષણ નિરીક્ષકો શ્રી વિપુલકુમાર ગોહિલ અને શ્રી કલ્પેશભાઈ પરમારના હસ્તે ઔષધિઓ રોપવામાં આવ્યા. ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ શાળાના આચાર્યશ્રી શહેનાઝબેન સિદ્દીકી ને અભિનંદન પાઠવ્યા હતા અને આ કામગીરી સાથે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પોષણક્ષમ આહાર ની કીટ તૈયાર કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી. આ પ્રવૃત્તિથી શાળાના વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર અને પર્યાવરણના જતન અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા નુ જ્ઞાન મળ્યું તથા વિદ્યાર્થીઓએ પર્યાવરણના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લીધી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.