Home Business સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવી લોન રીસ્ટ્રક્ટરીંગ સ્કીમ રજૂ કરી છે જેનાથી...

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવી લોન રીસ્ટ્રક્ટરીંગ સ્કીમ રજૂ કરી છે જેનાથી હોમ લોન અને અન્ય ઘણા લોન ધારકોને ફાયદો થશે…

11
0

કોરોનાના સંકટ વચ્ચે કેટલાયે લોકોની રોજી રોટી છીનવાઇ ચુકી છે આવા સમયે ખરેખર આર્થિક સમસ્યા સૌ કોઇને નડી રહી છે. એક બાજુ મહામારી તો બીજી બાજુ મોંઘવારીએ માજા મુકી છે. આવા સમયે લોન લેનાર લોકોની તો હાલત વધારે ખરાબ છે. આવા સમયે SBI તેના ગ્રાહકોની મદદે આવ્યુ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવી લોન રીસ્ટ્રક્ટરીંગ સ્કીમ રજૂ કરી છે જેનાથી હોમ લોન અને અન્ય ઘણા લોન ધારકોને બે વર્ષ માટે મોરેટોરિયમ અથવા લોનનો હપતો હાલ પુરતા ન ચુકવવાની સુવિધા મળી શકે છે. આ યોજના પાછળ કયા નિયમો અનુસરવાના રહેશે જાણીએ.
બેંકનું કહેવું છે કે તે કોરોના સંકટથી પરેશાન ગ્રાહકોને રાહત આપવા માટે આ યોજના શરૂ કરી રહી છે. રિઝર્વ બેંકની સૂચના મુજબ આ રાહત આપવી જોઈએ.
શું છે શરતો?
આ યોજનાનો ફાયદો લેવા માટે ગ્રાહકોએ એ દર્શાવવાનું રહેશે કે કોરોનાના કારણે તેની આવક ઘટી ગઈ છે. આ યોજનાનો બે વર્ષ સુધી લાભ મળી શકે છે. હોમ લોન મામલે તે જ ગ્રાહકોને ફાયદો થશે જેમણે 1 માર્ચ 2020 પહેલા હોમ લોન લીધી હોય.
વધારાનું વ્યાજ ચૂકવવું પડશે
ગ્રાહકો લોનનો હપ્તો બે વર્ષ માટે ચૂકવશે નહીં તો પણ તેમને ડિફોલ્ટર્સ જાહેર કરવામાં આવશે નહીં. પરંતુ તેઓ દર વર્ષે 0.35 ટકા વધારાનું વ્યાજ ચુકવવુ પડશે. આ માટે ગ્રાહકોએ એસબીઆઇ વેબસાઇટ (www.sbi.co.in) પર અરજી કરવાની રહેશે. બેંક ખાતા અને ઓટીપી સાથે લોગઇન કરો. જરૂરી માહિતી ભરો પછી, ગ્રાહકોને જાણ થશે કે તેઓ તેના માટે પાત્ર છે કે નહીં.
ગ્રાહકોને એક રેફરન્સ નંબર આપવામાં આવશે જે 30 દિવસ માટે માન્ય રહેશે. નંબરના આધારે તેની બેંક શાખામાં મોરેટોરિયમ માટે અરજી કરી શકે છે. આ પ્રક્રિયા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ સુધી રિઝર્વ બેંકે લોકોને મોરેટોરિયમની સુવિધા આપી હતી, પરંતુ જો બેંકો ઇચ્છે તો તેઓ તેને તેમના સ્તરેથી બે વર્ષ માટે વધારી શકે છે. હમણાં કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કે મોરટોરિયમ સમયગાળામાં બેંકો વ્યાજ પર વ્યાજ લઈ શકે નહીં.


Previous articleભારત અને ચીન વચ્ચે પુર્વ લદ્દાખમાં જંગ જેવી પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનનો આયરન બ્રધર પાકિસ્તાન ટુ ફ્રન્ટ વોરની તૈયારી કરી રહ્યું છે….
Next articleWHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here