Home Business SBI ગ્રાહકોને એલર્ટ! બેંકે ATM નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહીંતર...

SBI ગ્રાહકોને એલર્ટ! બેંકે ATM નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહીંતર થઈ શકે છે નુકશાન

61
0

જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે 1લી જુલાઇથી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયા છે. એવું એટલા માટે છે કારણ કે લોકડાઉન દરમિયાન એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલવામાં આવ્યા હતા. જેની મુદત 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.
ત્યારે હવે એસબીઆઈ એ એટીએમથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફરીથી ફેરફાર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈ ખાતા ધારક જેમનું માસિક 25,000 રૂપિયા સરેરાશ બેલેન્સ છે. તેઓ બેંક બ્રાન્ચમાંથી 8 વખત કોઈ પણ ચાર્જ વગર રોકડા ઉપાડી શકશે. જેમાં 5 વખત એસબીઆઈ એટીએમમાંથી અને 3 વખત અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. જ્યારે 25,000થી 50,000 સરેરાશ બેલેન્સવાળા એકાઉન્ટ હોલ્ડર 10 વખત કોઈ પણ ચાર્જ વગર એટીએમમાંથી રોકડા કાઢી શકશે.
આ સિવાય રિપોર્ટ પ્રમાણે 50,000થી 1,00,000 સુધીનું સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકો બેંક બ્રાન્ચથી 8 વખત મફત કેશ કાઢી શકશે. જ્યારે એક લાખથી વધુ સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકોને બેંક બ્રાન્ચથી કેશ નીકાળવા માટે કોઈ લિમિટ નથી. બેંક બ્રાન્ચથી તે કેટલી વખત પણ કેશ કાઢી શકશે. માહિતીમુજબ ફ્રી લિમિટ બાદ એટીએમથી રોકડ કાઢવા પર SBI 5થી 8 રૂપિયા અને જીએસટી ચાર્જ વસૂલે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ)ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર ઉપલબ્ધ માહિતી મુજબ, મેટ્રો શહેરોમાં, એસબીઆઈ તેના નિયમિત બચત ખાતાધારકોને એક મહિનામાં 8 મફત ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જેમાં 5 ટ્રાન્ઝેક્શન એસબીઆઈ એટીએમથી કરી શકે છે જ્યારે 3 અન્ય બેંકના એટીએમથી કરી શકે છે. આ ઉપરાંત, દરેક વ્યવહાર પર ગ્રાહકો પાસેથી શુલ્ક લેવામાં આવે છે. નોન-મેટ્રો શહેરોમાં 10 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન મળે છે જેમાં 5-5 એસબીઆઈ અને અન્ય બેંકથી કરી શકાય છે.


Previous articleસુશાંતને લઇને વધુ એક હકીકત આવી સામે, નિધન પહેલા વીકિપિડીયા પેજ પર કેવી રીતે અપડેટ થઇ મોતની ખબર
Next articleગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, આ ત્રણ દિવસે ભારેથી અતિભારે વરસાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here