Home Business સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા કરોડથી વધુ રકમની ખોટી રીતે...

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા કરોડથી વધુ રકમની ખોટી રીતે ITC મેળવવાના કૌભાંડનો પર્દાફાશ.

11
0

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ સ્થળે બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે ITC મેળવવાના અને ઈ- વે બિલ વિના કરોડોના ગેરકાયદે હેરફેર કરાતા માલસામાન પકડી પાડવાના ૧૫થી વધુ કેસમાં અંદાજે રૂ. ૧ હજાર કરોડથી વધુની કરચોરી પકડી પાડી હતી. કોવિડ-૧૯નો રોગચાળો વકરવાને પગલે લોકડાઉન અમલ બનવાને કારણે ૪ મહિનાથી વધુ સમયગાળા માટે વ્યાપાર- ધંધા ઠપ્પ થવાથી માલસામાની હેરફેર સ્થગિત થઈ ગઈ હતી .
તા. ૩ જાન્યુઆરીએ ગાંધીધામમાં જિયા ઈકો પ્રોડક્ટ લિ., જીયા ઈકો ઈન્ડિયા લિ., અને જિયા ઈકો પર દરોડા પાડીને રૂ. ૩૭૫ કરોડના બોગસ બિલિંગ વ્યવહારો પકડી પાડયા હતા. તા. ૪ જાન્યુઆરીએ મોરબીમાં ૧૦ સિરામિક યુનિટ પર તપાસમાં રૂ. ૫૮ કરોડના ઈ- વે બિલ વિનાના માલ જપ્ત કરીને વ્યવહારો પકડી પાડવામાં આવ્યા હતા.
તા. ૧૭ જાન્યુઆરીએ સુરતના ૭ એક્સપોર્ટ યુનિટમાં સર્ચ કરીને રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વ્યવહારો પકડી પાડવામાં આવ્યા હતા. તા. ૨૭ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વેપારીઓના રૂ. ૧૪૩ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો પકડી પાડીને રૂ. ૧૯ કરોડથી વધુ રકમની ખોટી રીતે ITC મેળવવાના કૌભાં.ડનો પર્દાફાશ કર્યો હતો.
તા. ૩૧ જાન્યુઆરીના રોજ સુરતના ટેક્સટાઈલ યુનિટો પર દરોડા પાડીને રૂ. ૫૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો પકડાયા હતા. તા. ૨૦ ફેબ્રુઆરીએ અમદાવાદ અને સુરતના કેટરિંગ, ડેકોરેટર્સ, પાર્ટી પ્લોટના ૨૦ જેટલા સર્વિસ પ્રોવાઈડર્સના ૩૭ સ્થળે દરોડાની કાર્યવાહી કરીને રૂ. ૩૮ કરોડના બિનહિસાબી વ્યવહારો પકડી પાડવામાં આવ્યા હતા.
લોકડાઉનમાં છૂટછાટ અપાયાના બે- ત્રણ દિવસમાં એટલેક તા. ૨ જૂને સ્ટેટ GST વિભાગે અમદાવાદ, ભિલોડા, સુરત, વડોદરા, વાપી, રાજકોટ, મોરબી સુરેન્દ્રનગર વગેરે શહેરોમાં પાન-મસાલાના ૩૭ વેપારીઓના ૫૭ સ્થળે દરોડા પાડીને રૂ.૧૦૦૦ કરોડોથી વધુના બોગસ બિલિંગના વ્યવહારો પકડયા હતા.

Previous articleકંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં સાપ્તાહિક સુધારો કરવાની યોજના બનાવી રહી છે.
Next articleસરકાર દ્વારા રસીકરણ માટે બ્લોક લેવલ સુધી રસીકરણ અંગે તાલિમ આપી દેવાઈ છે અને સમગ્ર માળખું તૈયાર કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here