GUJARAT

આજે ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઉંચુ રિઝલ્ટ આવ્યું

કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ(કોમર્સ)ના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર Gseb. org વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું છે. 5.33 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સત્તાવાર પરિણામ 8 વાગે જાહેર કરવામાં આવશે.

આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાયું છે.

બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યો છે. રેગ્યુલર 3.74 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે 79 હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

ધોરણ.10નું 60.64 ટકા અને ધો.12નું 71.34 ટકા પરિણામ

આ પહેલા ધોરણ.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે રાજ્યભરમાં 60.64 ટકા રહ્યું હતું. ગત વર્ષ કરતા આ લગભગ 5 ટકા ઓછું પરિણામ હતું. જ્યારે ધોરણ 12 સાયન્સના પરિણામની વાત કરીએ તો રાજ્યભરમાં ધોરણ-12 સાયન્સનું 71.34 ટકા પરિણામ નોંધાયું હતું.

માર્ચ- 2020ની પરીક્ષા માટે સૌથી વધુ 52 હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજિસ્ટર્ડ થયા હતા. જ્યારે, અમદાવાદ શહેરમાંથી 36 હજાર અને ગ્રામ્યમાંથી 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.