Home Gujarat ગુજરાતમા સ્ટ્રીટ વેંદર્સ ને ગુજરાન ચલાવવા માટે વિકટ પરિસ્થિતિ માથી પસાર થવું...

ગુજરાતમા સ્ટ્રીટ વેંદર્સ ને ગુજરાન ચલાવવા માટે વિકટ પરિસ્થિતિ માથી પસાર થવું પડી રહ્યું છે: ગોવિંદ દનીચા

116
0

હાલમાં ગુજરાતની નગરપાલિકાઓ તેમજ મહાનગર પાલિકાઓ દ્વારા નાના પાયા પર વ્યવસાય કરતા લોકોને રોજગાર વિહોણા કરવામાં આવી રહ્યા છે . તેનાથી બેરોજગારી માં અત્યંત વધારો થશે સાથે સાથે ક્રાઈમ રેટમાં પણ ઉછાળો આવવાની સંપૂર્ણ શક્યતા છે. વળી સ્ટ્રીટ વેન્ડર્સને દરરોજ કોઈને કોઈ રીતે હેરાન પરેશાન થવું પડતું હોય છે ત્યારે આવા નાના વેપારીઓ અને તેમના પરિવાર સામે ગુજરાન નો પ્રશ્ન ઊભો થયો છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી. વિભાગના કન્વીનર ગોવિંદ દનીચાએ અખબારી અહેવાલમાં જણાવ્યું છે.


શ્રી દનીચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર્સ સમાજમાં નાના પાયા પર વ્યવસાય કરી અનેક રીતે ઉપયોગી થતું હોય છે જેમાં ખાદ્ય પદાર્થ નું વિતરણ , ફુડ સલામતીની સાથે સાથે તે જાહેર વિસ્તાર પર પણ સતત દેખ રેખ રાખે છે .કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પોલિસી ફોર સ્ટ્રીટ વેંદર્શ એકટ ૨૦૦૪ તેમજ પ્રોટેક્શન ઑફ લાયલી હૂડ એન્ડ રેગુલેસન ઑફ સ્ટ્રીટ વેન્દર્શ એકટ ૨૦૧૪ પાસ કરેલ છે સાથે સાથે રેગુલેશન ઑફ સ્ટ્રીટ વેંદર્ષ ઍક્ટ ૨૦૧૪માં પણ દરેક શહેરમાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન વેન્ડર્શ કમિટીની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં શેરી વેન્ડર્સનું યુનિયન, સંસ્થા અથવા એસોસિએશન હોય તે જે તે નગરપાલિકા અથવા મહાનગર પાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક કરીને રેકડીઓ અને કેબીનો સંદર્ભે જગ્યા અને લાયસન્સની પ્રક્રિયા કરવાની સાથે સાથે શહેરી વિસ્તારમાં રોજગાર મેળવવાની પદ્ધતિ નક્કી કરવાનું કાર્ય કરવાનું હોય છે . પરંતુ દેશમાં હજુ સુધી આ વેનડીંગ કમિટીઓની રચના કરવામાં આવી નથી અને આ કાનૂન ને અમલમાં પણ મૂકવામાં આવ્યો નથી.


શ્રી દનીચા એ જણાવ્યું હતું કે દેશની કુલ વસ્તીના 11% વસ્તી આવા સ્ટ્રીટ વેન્ડરસની છે . દરેક શહેરની વસ્તીમાં બે ટકા વસ્તી નો ભાગ સ્ટ્રીટ વેન્ડર્સ નું છે . વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના એક સર્વેના આંકડા બતાવે છે કે મધ્યમ વર્ગનો વિશાળ વર્ગ સ્ટ્રીટ વેન્ડર્સ પાસેથી જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદે છે . શહેરના માસ્ટર પ્લાનમાં લોકો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે સુવ્યવસ્થિત રસ્તાઓ અને ફૂટપાથની જોગવાઇઓની સાથે સાથે રેકડીયો અને અન્ય આનુસંગિક વેપાર માટેની જોગવાઈઓ રાખવામાં આવતી હોય છે. કોઈપણ વાણિજ્ય વિસ્તાર કે રહેઠાણ વિસ્તારને ‘ નો વેન્દર્સ ઝોન ‘ તરીકે જાહેર ન કરી શકાય . વળી લોકોને બંધારણમાં રોજગાર પ્રાપ્ત કરવાનો મૂળભૂત બંધારણીય અધિકાર મળેલો છે. જો નાના વ્યવસાયને નાબૂદ કરવામાં આવશે તો તેની અસર ભવિષ્યમાં લો એન્ડ ઓર્ડર પર પડવાની સંપુર્ણ શક્યતાઓ રહેલી છે. દેશની જીડીપી વધારવા માટે પણ સ્ટ્રીટ વેન્ડર્સ નો પણ મહત્તમ ફાળો છે. દરેક શહેરમાં આવા મધ્યમવર્ગી લોકો પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે અને આવા રોજનું કમાઈને રોજનું ખાતા લોકોનું રક્ષણ કરવું જરૂરી છે તેમ શ્રી દનીચા એ જણાવ્યું હતુ.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો સુખદ અંત, કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘે ખુશી વ્યક્ત કરી
Next articleઅર્પણ ફાઉન્ડેશન અને શ્રી જલારામ અન્નક્ષેત્ર ના સહયોગ થી દીકરી ના લગ્ન નિમિતે પેટી મા મુકવા માટે સાડી આપવામા આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here