Home Kheda (Anand) USA માં સત્તર ગામ પાટીદર સમાજ ની સમર પીકનીક

USA માં સત્તર ગામ પાટીદર સમાજ ની સમર પીકનીક

3
0

સત્તર ગામ પાટીદર સમાજ ની સમર પીકનીક USA માં તા- 25/7/21 ના રોજ યોજવામાં આવી હતી. જેના દાતાશ્રી ઘનશ્યામ પટેલ ફેમીલી ધ્વારા આયોજન કરવા માં આવ્યું હતું. આ સમર પીકનીક માં 17 ગામ પાટીદાર સમાજ ના 200 વ્યક્તિ હાજર રહીને ખૂબ આનંદ માણ્યો હતો. અલારસા ના ઈલેશ પટેલ (માસ્તર) તથા પામોલ ના અરવિંદભાઈ પટેલ (પ્રોફેસર) બંનેવે સ્ટેજ સંચાલન કર્યુ હતું. અલારસા ગામ ના ઘનશ્યામભાઈ પટેલ USA માં પણ 17 ગામ પાટીદાર સમાજ ને ખૂબ અગ્રેસરતા અપાવી છે. 17 ગામ પાટીદાર સમાજ ની આવતી કાલ માટે એક મજબૂત પાયો નાખનાર આપ એક વિરલ વ્યક્તિ છો વિદેશ માં પણ સમાજ માટે ગૌરવ અપાવનાર અને યુવાનો ના પ્રેરણા સ્ત્રોત છો. પ્રિય ઘનશ્યામ ભાઈ આપ સૌના પ્રિય બની 17 ગામ પાટીદાર સમાજ’ ને USA માં ખૂબ આગળ લઈ જઈ રહ્યા છો. તમારી પ્રસંશા જેટલી વિશિષ્ટ છે તે તમારા પ્રાપ્ત કરનાર માટે વધુ અર્થપૂર્ણ રહેશે. આપ ની યશ કિર્તી માં વધારો થયો છે. અને સફળ પણ થયા છો સમાજ પ્રત્યે નો પ્રેમ/ લાગણી/ થકી આપ USA માં ખૂબ અગેસર છો અમારા પ્રતિનિધી તરીકે તમારા ભાવી કાર્યમાં અમે તમને પુરા દિલ થી ટેકો આપીયે છીએ. અને તમારી વ્યક્તિત્વ ભાવી સફળતા ની આશા રાખીયે છીએ.


ભરત પટેલ-બોરસદ

Previous articleપેટલાદમાં ચાલુ સીઝનમાં દોઢ માસમાં માત્ર 32 ટકા વરસાદ નોંધાયો
Next articleપી એચ ડીની શોધ યોજના હેઠળ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના 65 શોધાર્થીઓની પસંદગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here