Home India સુંદર પિચાઇએ વડાપ્રધાન મોદી સાથે કરી વાત, ડિજિટલ ઇન્ડીયામાં આટલા કરોડ રોકાણ...

સુંદર પિચાઇએ વડાપ્રધાન મોદી સાથે કરી વાત, ડિજિટલ ઇન્ડીયામાં આટલા કરોડ રોકાણ કરશે GOOGLE

65
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ગૂગલના સીઇઓ (Google CEO) સુંદર પિચાઇએ સાથે ડિજિટલ ઇન્ડીયા પર વાતચીત કરી છે. પ્રધાનમંત્રી (Prime Minister) સાથે વાતચીત બાદ ગૂગલ (Google)એ જાહેરાત કરી છે દેશમાં ડિજિટલ અર્થવ્યવથા બનાવવા માટે 10 બિલિયન અમેરિકી ડોલર (લગભગ 75,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
પ્રધાનમંત્રીએ ટ્વિટર પર કહ્યું કે ‘આજે સવારે મારી સુંદર પિચાઇ (Sundar Pichai) સાથે ઘણો લાભદાયક સંવાદ થયો. અમારી વચ્ચે ઘણા વિષયો પર વાતચીત થઇ, ખાસકરીને ભારતીય ખેડૂત, યુવાઓ અને ઉદ્યમીઓની જીંદગીમાં ફેરફાર લાવવાની ટેકનિક શક્તિનો ફાયદો ઉઠાવવાના સંબંધમાં તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન કોવિડ 19 ને ધ્યાનમાં રાખતાં વિકસિત થઇ રહેલી નવી કાર્ય સંસ્કૃતિ ઉપરાંત રમત જેવા ક્ષેત્રોમાં આ મહામારીના લીધે ઉત્પન્ન થયેલા પડકારો વિશે પણ પિચાઇ સાથે ચર્ચા થઇ.
પ્રધાનમંત્રીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે ‘ગૂગલ દ્વારા શિક્ષણ, ડિજિટલ ઇન્ડીયા, ડિજિટલ ચૂકવણીને વધુ મજબૂત કરવા સહિત અન્ય વિભિન્ન ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા પ્રયત્નોને જાણીને મને અતિ પ્રસન્નતા થઇ. ભારતીય મૂલના સુંદર પિચાઇ ગૂગલના સીઇઓ બનતાં પહેલાં કંપનીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. ચેન્નઇમાં જન્મેલા સુંદર પિચાઇનું મૂળ નામ પિચાઇ સુંદરરાજન છે, પરંતુ તેમને સુંદર પિચાઇના નામેથી ઓળખવામાં આવે છે.
બીજી તરફ Googleના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઇએ સોમવારે ભારતમાં આગામી પાંચ-સાત વર્ષમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી. કંપની આ રોકાણ ‘ગૂગલ ફોર ઇન્ડીયાડિજિટલકરણ કોષ’ દ્વારા કરશે. ભારતીય મૂળના પિચાઇએ ‘ગૂગલ ઇન્ડીયા’ કાર્યક્રમને સંબોધિત કરતાં કંપનીની આ જાહેરાત ભારતના ભવિષ્ય અને તેમની ડિજિટલ અર્થવ્યવસ્થામાં કંપનીના વિશ્વાસને વ્યક્ત કર્યો છે. પિચાઇએ કહ્યું કે ‘આજે હું ‘ગૂગલ ફોર ઇન્ડીયા ડિજિટલીકરણ કોષ’ની જાહેરાત કરતાં રોમાચિત અનુભવી રહ્યો છું. આ પહેલ હેઠળ અમે આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અરબ ડોલર એટલે કે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં પ્રતિભાની કમી નથી. જો ભારતના યુવા ઇચ્છે તો દરેક સેક્ટરમાં પોતાની પ્રતિભા બતાવી શકે છે. આ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી ઘણા સેક્ટર સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here