Home India સુપરસ્ટાર રજનીકાંત એ આખરે પોતાની રાજકીય પાર્ટી ને લઇ જાહેરાત કરી.

સુપરસ્ટાર રજનીકાંત એ આખરે પોતાની રાજકીય પાર્ટી ને લઇ જાહેરાત કરી.

256
0

દક્ષિણ ભારતીય સિનેમા (South Indian Film)ના સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)એ આખરે પોતાની રાજકીય પાર્ટી (Political Party)ને લઇ જાહેરાત કરી દીધી. ગુરૂવારના રોજ રજનીકાંતે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ 31 ડિસેમ્બરના રોજ પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. એટલે કે તેમની પાર્ટી જાન્યુઆરી (January)માં લોન્ચ થશે.
આની પહેલાં સોમવારના રોજ રજનીકાંતે પોતાની પાર્ટી રજની મક્કલ મંદરમના જિલ્લા સચિવો સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા અંગે માહિતી આપશે. તેમણે જિલ્લા સચિવોની સાથે આ મીટિંગ ત્યારે કરી હતી જ્યારે તેમના સમર્થકો એ તેમને ચૂંટણી રાજનીતિથી દૂર રહેવાની સલાહ આપી હતી.
તાજેતરમાં જ તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં રજનીના પોસ્ટર સામે આવ્યા હતા. તેમાં તેમણે રાજનીતિથી દૂર રહેવાના નિર્ણય પર ફરી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. આવું જ એક પોસ્ટર ‘વેલ્લોર સિટિજન્સ વિશિંગ ફોર અ ચેન્જ’નું સામે આવ્યું હતું.
જો કે વિચાર-વિમર્શ બાદ તેમણે રાજકીય પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. તેમનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે તામિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે.
રજનીકાંત આની પહેલાં પણ કેટલીય વખત પોલિટિક્સમાં આવવાની અટકળો લગાવી ચૂકયા છે. કેટલીય વખત તેમની ભાજપમાં સામેલ થવાની પણ વાત કહેવાઇ છે, પરંતુ રજનીકાંતે અત્યાર સુધી તેને લઇ આટલા સ્પષ્ટ કયારેય આવ્યા નહોતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here