Home India કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલન માં કેટલાંય પક્ષોએ નું સમર્થન…

કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલન માં કેટલાંય પક્ષોએ નું સમર્થન…

19
0

કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલન (Farmer Protest) નું સમર્થન કરી રહેલા કેટલાંય પક્ષોએ સમયની સાથે પલટી મારી છે. અત્યારે સમય ખેડૂતોની સાથે દેખાતા શરદ પવાર (Sharad Pawar) એ કૃષિ મંત્રી તરીકે APMC એકટમાં ફેરફારની વકાલત કરી ચૂકયા હતા. તો અત્યારે ખેડૂત આંદોલનની સાથે ઉભેલી દેખાતી શિવસેના એ કૃષિ કાયદાને લોકસભામાં સમર્થન આપ્યું હતું. બીજીબાજુ ખેડૂતોનું સમર્થન નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt)ની ઘેરાબંધીને વધતાં અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ એક્ટિવ થઇ 8 ડિસેમ્બરના રોજ યોજાનાર ભારત બંધના સમર્થનમાં ઉત્તરપ્રદેશ (UttarPradesh) માં વિરોધ કરવાનું એલાન કરી દીધું છે.
એક સમયે ભાજપે પણ કર્યો હતો વિરોધ
વાત એમ છે કે ખેડૂતોના આંદોલનમાં રાજકીય પક્ષો એ તક જોઇને સ્ટેન્ડ બદલવું એક કંઇ નવો ટ્રેન્ડ નથી. યુપીએ સરકારના સમયમાં ભાજપે પણ ખેડૂતો માટે બનાવેલા કાયદાનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. પરંતુ બાદમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે કૃષિ કાયદાને સંસદમાંથી પાસ કરાવી લીધો હતો.
શિવસેનાએ બિલનું લોકસભામાં કર્યું હતું સમર્થન
થોડાંક સમય પહેલાં સુધી એનડીએની ભાગીદાર રહી ચૂકેલી શિવસેના એ કૃષિ કાયદાનું લોકસભામાં સમર્થન કર્યું હતું. જો કે શિવસાનેએ આ કાયદાનો રાજ્યસભામાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીસી સાથે રાજ્ય સરકાર ચલાવી રહેલા શિવસેનાએ ખેડૂતોને 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું સમર્થન કર્યું છે. શિવસેનાના નેતાએ બંધનું સમર્થન કરતાં કહ્યું કે શિવસેના ખેડૂતોની માંગણીઓ અને 8 ડિસેમ્બરના રોજ થનાર ભારત બંધમાં તેમની સાથે છે. જય હિંદ!
પવારે કર્યું હતું APMCમાં ફેરફારનું સમર્થન, હવે પલટી મારી
પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે રાજ્યોના મુખ્યમંત્રીઓને APMC કાયદામાં સંશોધન કરવાનું કહ્યું હતું. જેથી કરીને ખાનગી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. પવારે 2010મા દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લખેલા પત્રમાં કહ્યું હતું કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ, રોજગાર અને આર્થિક સમૃદ્ધિ માટે કૃષિ ક્ષેત્રને સારી રીતે સંચાલિત બજારોની જરૂર પડશે. રાજ્ય APMC કાયદામાં સંશોધનની અપેક્ષા વ્યકત કરતાં લખ્યું કે તેમના માટે કોલ્ડ સ્ટોરેજ સહિતના માળખા માટે મોટા રોકાણની જરૂર પડશે. તેના માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે તેના માટે એક ઉચ્ચ નિયામક તથા નીતિગત માહોલ જોઇશે. આ તર્જ પર તેમણે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખેલા પત્રમાં ખેતરોથી લઇ ગ્રાહકો સુધી પહોંચાડવાના માળખામાં રોકાણ જરૂરિયાત પર જોરા આપતા કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રને આ સંબંધમાં અગત્યની ભૂમિકા નિભાવી પડશે.
કોંગ્રેસે પણ કર્યું હતું કૃષિ કાયદાનું સમર્થન
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનું આજે ભલે કોંગ્રેસ સમર્થન કરી રહ્યું હોય પરંતુ જ્યારે યુપીએ-2 સત્તામાં હતી તો સંસદમાં કોંગ્રેસે ખેડૂતો માટે આવા જ કાયદાનું સમર્થન કર્યું હતું. સદનમાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ એ કહ્યું હતું કે ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય જરૂરી છે. 4 ડિસેમ્બર 2012ના રોજ લોકસભાની કાર્યવાહી દરમ્યાન વાયરલ વીડિયોમાં સિબ્બસ સદનમાં ખેડૂતોને પાક માર્કેટમાં વેચવાને લઇ નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ અભ્યાસ કરાયો છે કે બિચારા ખેડૂતોનો જે માલ માર્કેટમાં વેચાય છે તે માત્ર 15-17 ટકા જ ખેડૂતોને જાય છે, બાકી વચેટિયાને જતો રહે છે. વિપક્ષના નેતા અને વિપક્ષ દળો એ નક્કી કરવાનું છે કે તેઓ ખેડૂતોની સાથે છે કે વચેટિયાઓની સાથે.
ખેડૂત આંદોલન પર અત્યાર સુધી ચુપ બેઠેલા અખિલેશે પણ પલટી મારી
છેલ્લાં કેટલાંક દિવસથી ખેડૂત આંદોલન પર ચુપ બેઠેલા સપાના ચીફ અખિલેશ યાદવે પણ હવે ખેડૂત આંદોલનનું સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોના સમર્થનમાં અખિલેશ યાદવ એ ખેડૂત યાત્રા નીકાળવાની જાહેરાત કરી હતી.


Previous articleસ્ટેશનો પર રીડેવલપમેન્ટ કામ શરૂ કરી રહી છેજેના કારણે મુસાફરો પાસેથી સર્વિસ ચાર્જ વસુલવામાં આવશે.
Next articleદિલ્હીમાં નવા સંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here