કૃષિ કાયદા માટે પોતાના દ્વારા રચાયેલી નિષ્ણાતોની સમિતિની ખેડૂત સંગઠનો દ્વારા થઇ રહેલી ટીકા સામે આકરી નારાજગી વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કૃષિ કાયદાઓ પર ચોક્કસ મંતવ્ય રજૂ કર્યા હોવાથી સમિતિના સભ્યો અંગે બિનજરૂરી ધારણાઓ બાંધી લેવામાં આવી છે. સમિતિના સભ્યોની નિયુક્તિમાં સુપ્રીમ કોર્ટનું હિત છે તેવી ટીકાઓ સામે અમને ગંભીર વાંધો છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટ પર શંકા વ્યક્ત ન કરે.
સમિતિની પુનઃરચના માટે સુપ્રીમની કેન્દ્ર સરકારને નોટિસ
ભારતીય કિસાન યુનિયનના નેતા ભૂપિન્દરસિંહ માને સમિતિમાંથી રાજીનામું આપી દીધા બાદ ચાર સભ્યોની સમિતિમાં તેમનું ખાલી પડેલું સ્થાન ભરવા માટે રાજસ્થાન સ્થિત ભારતીય કિસાન પાર્ટી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સમિતિની પુનઃરચના માટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
ચીફ જસ્ટિસ એસ એ બોબડેના ખેડૂતોને ચાબખા
સમિતિના સભ્યોને આ રીતે ચીતરવાની તમારે શું જરૂર પડી છે?
તમે કોઇની પ્રતિષ્ઠા સાથે આ રીતે રમત કેવી રીતે રમી શકો?
શું તમે બહુમતીના મંતવ્ય પ્રમાણે લોકોની પ્રતિષ્ઠા ખરડો છો?
અખબારોમાં પણ આ પ્રકારના મંતવ્ય પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યાં છે..
સમિતિના ચાર સભ્યો કેવી રીતે અયોગ્ય છે? તેઓ કૃષિ ક્ષેત્રના નિષ્ણાત છે, સુપ્રીમની પ્રતિષ્ઠા તાર તાર કરી દેવામાં આવી