Home India સમુદ્રના સિકંદર INS વિરાટને સુપ્રીમનું ‘અભયદાન’, આ ગુજરાતી કંપનીને થશે જંગી નુકસાન

સમુદ્રના સિકંદર INS વિરાટને સુપ્રીમનું ‘અભયદાન’, આ ગુજરાતી કંપનીને થશે જંગી નુકસાન

10
0

INS વિરાટને (INS Viraat) લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડમાં રહેલ INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા પર સ્ટે આપી દીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ખરીદનારને નોટિસ ઈશ્યુ કરી છે. હાલ અલંગ શિપયાર્ડ બ્રેકિંગમાં વિરાટને તોડવાની કામગીરી ચાલી રહી છે. INS વિરાટને સંગ્રહાલયમાં બદલવાની માગ કરી હતી.
આઈએનએસ વિરાટ વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ જહાજે ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી.18000 ટન એલબીટી ધરાવતા આઈએનએસ વિરાટ જહાજની પહોળાઇ 49 મીટર, લંબાઇ 225 મીટર છે. અને તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલું છે.
INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાલ તો સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર રોક લગાવી છે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તે INS વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા 30 વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. INS વિરાટે યુ.કેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી INS વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું. જેને 6ઠ્ઠી માર્ચ, 2017 સેવા નિવૃત્ત કરવામાં આવ્યું.
કારગીલ વખતે મહત્વની ભૂમિકા ભજવી હતી
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા 38.54 કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી. મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અંલગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. 18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગીલ હોય તે સમયે INS વિરાટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
INS વિરાટની વિગતો
227.33 મીટર (743 ફૂટ) લંબાઈ.
46.5 મીટર (160 ફૂટ) પહોળાઈ.
52.73 મીટર ઊંચાઈ.
19300 મે.ટન એલડીટી વજન.
28 નોટ દરિયાઈ (52 કિલોમીટર પ્રતિ કલાક)ની સ્પીડ.
મહત્તમ ક્રૂ 2100.
1207 જહાજના ક્રૂ અને 143 એરક્રાફ્ટ ક્રૂ સામેલ હતા.
કમ્પાર્ટમેન્ટ 1236, 13 ડેક.
5,90,113 દરિયાઈ નોટિકલ માઇલની મુસાફરી કરી.
22,622 કલાક ફ્લાઇંગ ઓપરેશન.
ફાઇટર એરક્રાફ્ટ.
સી-હેરિયર.
હેલિકોપ્ટર.
સી-કિંગ, 42 બીસી, ચેતક, કામોવ 31, એએલએચ.


Previous articleભારતમાંથી વિદેશ મોકલાઈ રહી છે રૂ. 2 લાખ/કિલોના ભાવની ચિપ્સ, ઈન્ટરપોલ થયું સક્રિય
Next articleરાજ્યમાં કોરોના અંત તરફ, આ 9 જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here