સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર નોંધાઈ છે. સુરતમાં સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સાળીએ નરાધમ જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને મારી નાખવાની ધમકી આપી બાઈક પર અપહરણ કરી અવાવરું જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોધાઈ છે. પોલીસે ફરિયાદનાં આધારે દુષ્કર્મી જીજાજીની ધરપકડ કરી છે.
સુરતના સીંગણપોર કોઝવે રોડ પાસે સાળી અને બનેવીનું પરિવાર બંને આજુબાજુમાં રહેતા હતા. ત્યાં જ રહેતાં જીજાજીની ખરાબ દાનત પોતાની સગી સાળી પર હતી. ગત રોજ ભોગ બનનાર મહિલા પોતે કોઈ કામ કરી ઘરે આવી રહી હતી, ત્યારે આ જીજાજી તેનો પીછો કરી મોટરસાયકલ લઈ આવ્યો અને કહ્યું ચાલ મારી પાછળ બેસી જા, હું તને ઘરે લઈ જાવું, તેવું કહી તેને બાઇક પર બેસાડી ઘરે નહીં પણ તે ઘરથી દૂર અસ્વીની કુમાર રેલવે ટ્રેક પાસે લઈ ગયો હતો.
સાળીએ કહ્યું પણ કે આ રસ્તો તો ઘર તરફ નથી જતો, પણ નરાધમ જીજાજીએ કહ્યું કે ચૂપચાપ બેસ વધારે બોલશે તો તારા પતિને હું ખતમ કરી નાખીશ. અને ત્યારબાદ કહ્યું તું મને બહું ગમે છે મારે તારી સાથે પ્રેમ થઈ ગયો છે. આમ કહી તે એકાંતવાળી રેલવે ટ્રેક નજીક કોઈ નહીં હોઈ તેવી જગ્યાએ પોતાની હવસ સંતોષી હતી. ત્યારબાદ તે ફરી તે જ જગ્યાએ જ્યાંથી તેને બાઇક પર અપહરણ કર્યું હતું ત્યાં મૂકી ઘરે આવી ગયો હતો.
સમગ્ર મામલે પત્ની ઘરે મોડી પહોંચતા પતિએ સવાલ કરતાં તેણે તેની સાથે થયેલી આપવીતી કહી હતી. પતિએ તરત જ પત્નીને પોલીસ મથકે લઈ જઈ પોતાના સાઢુભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની તેનાં ઘરેથી જ ધરપકડ કરી હતી. હવસખોર જીજાજીને સાત બાળકો છે. અને ભોગ બનનાર સાળીને પણ પાંચ બાળકો છે.