સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા 108 દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. 108ના ઇએમટી અને પાયલોટની સુઝબુઝ સાથે તથા 108ના કોલ સેન્ટરના ફિઝિશિયનની સલાહથી રસ્તામાં જ ગોપીબેન નામની મહિલાની સફળ ડીલીવરી કરાવી હતી. ત્યારબાદમાં ગોપીબેનના પરિવારના સભ્યોએ 108નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
આજ રોજ સવારે 11:30ની આસપાસ ગોપીબેન વિપુલભાઈ ધરેજીયા ( ઉંમર વર્ષ 24 ) રહે- હડાળા ભાલને અચાનક પ્રસવ પીડા ઉપાડતા 108નો સંપર્ક કર્યો હતો.

બગોદરા 108ને કોલ મળતા પાયલોટ રાહુલ કોલાદરા તથા ઇએમટી હિંમત ચાવડા ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. ત્યારે રસ્તામાં બેનના પરિવાર સાથે વાત કરતા તેમને પીડા અસહ્ય હોવાથી તે પોતાની ગાડીમાં સામે આવી રહ્યા હતા.
ત્યારબાદ ગુંદી ફાટકની પાસે પહોંચતા ગોપીબેનને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ઈએમટી હિંમતભાઈને તપાસતાં જણાયું કે, અહીં જ ડિલિવરી કરાવી પડશે તેમણે તેમની સુઝબુઝ સાથે તથા 108ના કોલ સેન્ટરના ફિઝિશિયનની સલાહથી સફળ ડિલીવરી કરાવી હતી અને ગોપીબેન અને બાળકનો જીવ બચાવી ઉમદા કાર્ય કર્યું હતું. બાદમાં એમને વધુ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર બગોદરા લઈ ગયા હતા. ત્યારે ગોપીબેનના પરિવારના સભ્યોએ 108નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.