India

સુશાંત કેસ:મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ આ કાર્યવાહી વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો છે….

સુશાંત કેસ મામેલ કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શરૂ થયેલી જંગ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આજે કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં BMC દ્વારા બુલડોઝર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ બદલાની ભાવનાથી થયેલી આ કાર્યવાહીનો ચારે તરફથી વિરોધ શરૂ થઈ ગયો છે. ખુદ કંગનાએ લોકશાહીની હત્યા ગણાવી તેનો વિરોધ કર્યો હતો. હવે ખુદ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ આ કાર્યવાહી વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે અને બીએમસી પર શિવસેનાનો કબ્જો છે.

બોલિવૂડ એક્ટ્રેસ શરદ પવાર સામે બીએમસીની કાર્યવાહીથી ભાજપની સાથે એનસીપી પણ સવાલ ઉઠાવ્યા છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, બીએમસીની આ કાર્યવાહીએ બિનજરૂરી રીતે (કંગનાને) બોલવાનો અવસર આપી દીધો છે. મુંબઈમાં અનેક ગેરકાયદે નિર્માણ છે. હવે એ જોવાની જરૂર છે કે બીએમસીના અધિકારીઓએ આ નિર્ણય કેમ કર્યો. આ ઉપરાંત શરદ પવારે કહ્યું કે, દરેક જણ જાણે છે કે મુંબઈ પોલીસ સુરક્ષા માટે કામ કરે છે. તમને આ લોકોને પ્રચાર આપવો જોઈએ.

સંજય રાઉત અને કંગના વચ્ચેની બબાલ કંગનાના નિવેદનથી શરૂ થઈ હતી. કંગનાએ મુંબઈને પીઓકે ગણાવતાં સંજય રાઉતે તેને રાજદ્રોહ ગણાવ્યો હતો અને મુંબઈ ન આવવા જણાવ્યું હતું. અને બસ ત્યારથી જ સંજય રાઉત અને કંગના વચ્ચે શાબ્દિક જંગ ચાલતો આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ મુંબઈમાં આજે કંગનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

આજે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ એડિટર લેખમાં સંજય રાઉતે કંગના અને કેન્દ્ર સરકાર પર તેને Y કેટેગરીની સુરક્ષા આપવાને લઈ નિશાન સાધવામાં આવ્યું છે. સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવાનું કહેતાં કંગનાએ 9 સપ્ટેમ્બરે મુંબઈ આવીશ તેમ કહ્યું હતું. જો કે કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ તેની ઓફિસમાં તોડફોડ કરી દેવામાં આવી હતી. જે બાદ રોષે ભરાયેલી કંગનાએ સરકારની બાબર સાથે સરખામણી કરી હતી. અને પોતાની ઓફિસને રામ મંદિર ગણાવી કહ્યું હતું કે, આ રામ મંદિર પણ ફરીથી બનશે. આમ કંગના અને સંજય રાઉતનો વિવાદ હવે ખુબ જ આગળ વધી ગયો છે અને હવે તે ક્યાં જઈને અટકશે તેના પર સૌ કોઈની નજર છે. જો કે, ઓફિસમાં તોડફોડ મામલે કંગના દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટે તંત્ર પાસેથી જવાબ માગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.