Home Bollywood સુશાંત કેસઃ વાયરલ થયું તાપસી પન્નુનું ટ્વિટ, કોઈને એટલા પણ ન ડરાઓ...

સુશાંત કેસઃ વાયરલ થયું તાપસી પન્નુનું ટ્વિટ, કોઈને એટલા પણ ન ડરાઓ કે ડર જ નીકળી જાય..

10
0

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ આજકાલ પોતાના ટ્વિટના કારણે ચર્ચામાં જોવા મળી રહી છે. તાપસીએ રવિવારે વધુ એક ટ્વિટ કર્યુ હતું. જે ખુબ વાયરલ થઈ રહ્યું છે. તાપસીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, કોઈને એટલા પણ ન ડરાવો કે ડર જ ગાયબ થઈ જાય. અને જેને ડર નથી હોતો તેનાથી થોડું ડરવું જોઈએ. ટ્વિટર ઉપર લોકોને એવું લાગી રહ્યું છે કે તાપસીએ આ ટ્વિટ ફરી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના સપોર્ટમાં કર્યું છે.
તાપસીના આ ટ્વિટ ઉપર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પહેલા તાપસીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે કે, દરેક મહિલા જે પોતાના કરતા વધારે સક્સેસફુલ માણસની સાથે છે, તે ગોલ્ડ ડિગર નથી હોતી. હાલ તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. એક સમયમાં એક જ ડગલું.
તો સાથે સાથે એક બીજા ટ્વિટના કારણએ તાપસી સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ થઈ હતી. જ્યારે તેણે રિયા ચક્રવર્તીના સપોર્ટમાં ટ્વિટ કરતા કહ્યું હતું કે વ્યક્તિગત રીતે હું ન તો સુશાંતને ઓળખુ છે કે ન રિયાને, પરંતુ એટલુ જરૂરથી જાણુ છું કે ન્યાયપાલિકા પહેલા કોઈને પણ દોષી સાબિત કરવું ખોટું છે. કાનૂન ઉપર વિશ્વાસ રાખો.
જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂત કેસની સાથે જોડાયેલા ડ્રગ મામલામાં રિયા ચક્રવર્તીની આજે ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રિયા અને બાકીના આરોપીઓને આજે આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે. ડ્રગ ચેટ મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે રિયા ચક્રવર્તીની સાડા છ કલાક પૂછપરછ કરી હતી. એનસીબીની સામે પૂછપરછમાં રવિવારે રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ લેતો હતો. તો સાથે સાથે એમ પણ કહ્યુ હતું કે સુશાંત વીડ એટલે કે ચરસ લેતો હતો.

Previous articleઅમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી: જાણો કયા રાજ્યોમાં કેટલું દમ, ભારતીય મૂળના મતદાતાઓની શું ભૂમિકા?
Next articleકંગના રનૌતને આપવામાં આવી Y શ્રેણીની સુરક્ષા, અમિત શાહનો માન્યો આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here