બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં પોલીસે તપાસ આગળ વધારી છે. સતત પૂછપરછ અને તપાસ દરમિયાન બુધવારે સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર સિદ્ધાર્થ પિથાણી બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સિદ્ધાર્થ પિથાની સુશાંત સાથે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો છે.
જોકે ધ્યાન આપવાની વાત એ છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તે સમયે સિદ્ધાર્થ પિથાણી તેમના ઘરે હાજર હતો. સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઇમાં તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધીની તપાસમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા અને ગૂંગળામણ હોવાનું જણાવી રહ્યું છે પરંતુ આ હોવા છતાં પોલીસ આ મામલાની ઉંડાઈથી તપાસ કરી રહી છે
જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી સંજના સંઘીને પૂછપરછ માટે પોલીસે બોલાવી હતી. સંજનાએ સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચરામાં ફિમેલ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કેસમાં, YRFના કાસ્ટિંગ ડિરેક્ટર અને જલેબી સ્ટાર અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિતના તમામ લોકોની પોલીસે અત્યાર સુધીની પૂછપરછ કરી છે.
શેખર સુમન અને રૂપા ગાંગુલી સહિત આવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે જે સુશાંતના મોતનું કારણ આપઘાત માનતા નથી. રૂપા ગાંગુલીએ હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે સુશાંતના ઘરેથી કોઈ સુસાઇડ પત્ર મળ્યો નથી તો કયા આધાર પર તેને આત્મહત્યા જાહેર કરી દેવામાં આવી છે