Home South-Gujarat અંકલેશ્વર ના ભડકોદ્રા ગામે તાલુકા યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ...

અંકલેશ્વર ના ભડકોદ્રા ગામે તાલુકા યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો

4
0

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા  
ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પંચાયત ના કર્મચારીઓ અને પત્રકારો નું સન્માન કરાયું
અંકલેશ્વર તાલુકા ના ભડકોદ્રા ગામ ખાતે અંકલેશ્વર તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠન અંતર્ગત કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન સેવા બજાવનાર કોરોના વોરીયર્સનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ સન્માન કરવામાં આવ્યું હતું.



કોરોના મહામારીની બીજી લહેર ખુબ ભયાનક સાબિત થવા પામી હતી. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવનને જોખમમાં મૂકી ફ્રન્ટલાઇન સેવા બજાવનાર કોરોના વોરિયર્સનું અંકલેશ્વર તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા ભડકોદ્રા ગામની ગ્રામ પંચાયત હોલ ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઇન સેવા બજાવનાર કોરોના વોરિયર્સ ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પત્રકારો  નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જીલ્લા મહામંત્રી વિનોદભાઈ પટેલ, નવ નિયુક્ત તાલુકા યુવા પ્રમુખ વૈકુંઠ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ, જીલ્લા પંચાયત ના સભ્ય તાલુકા પંચાયત ના સભ્ય, ગામના સરપંચ સહિત ભાજપના કાર્યકરો અને કોરોના વોરીયર્સ ઉપસ્થિત રહયા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આદિવાસી સાહિત્યમાં રામાયણ મહાભારત વિશે વેબિનાર યોજાશે
Next articleભરૂચ જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here