ગત શુક્રવારે ખતમ થયેલ અઠવાડિયામાં દેશની પ્રમુખ 10માંથી 8 કંપનીઓના રોકાણકારોની સંપત્તિ લગભગ 1.45 લાખ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. ગત અઠવાડિયે આ કંપનીઓનું માર્કેટ કેપ 1,45,194.57 કરોડ રૂપિયા વધી ગયું છે. ગત અઠવાડિયે બજારમાં જોરદાર ખરીદદારી જોવા મળી હતી.
શેર બજારની મજબૂતીનો સૌથી વધારે લાભ TCS અને HDFC બેંકને મળ્યો હતો. 10માંથી ફક્ત 2 જ કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો આવ્યો હતો. જેમા ભારતી એરટેલ અને HCL ટેક્નોલોજી સામેલ છે. ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ (TCS) અને HDFC સહિત આઠ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલીવર, HDFC, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ફોસિસના માર્કેટ કેપમાં વધારો થયો હતો.
પ્રમુખ આઈટી કંપની TCSનું માર્કેટ કેપ 37,692.7 કરોડ રૂપિયા વધીને 9,46,632.85 કરોડ રૂપિયા થઈ ગયું છે. ટોપ પ્રાઈવેટ બેંક HDFC બેંકનું માર્કેટ કેપ 34,425.67 કરોડ વધીને 6,09,039.90 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. તો પ્રમુખ હોમ લોન કંપની HDFCનું વેલ્યુએશન 25,091.57 કરોડ વધીને 3,21,430.66 કરોડ રૂપિયા થઈ હયું છે. અને પેટ્રોકેમ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 15,789.36 વધીને 15,04,587.18 કરોડ રૂપિયા થઈ ગયું છે.