Home Bollywood Teacher’s Day 2020 : શિક્ષકની કહાની ઉપર બનેલી આ ફિલ્મો લોકોને પડી...

Teacher’s Day 2020 : શિક્ષકની કહાની ઉપર બનેલી આ ફિલ્મો લોકોને પડી ખુબ પસંદ, જૂઓ List

35
0

આપણા જીવનમાં શિક્ષકની સૌથી મહત્વની ભૂમિકા હોય છે. દૂનિયાભરમાં કેટલાક એવા શિક્ષકો થયા છે જેમણે ભણાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને દૂનિયાની સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું. બોલિવૂડના ફિલ્મી પર્દા પર પણ કેટલાક એવા શિક્ષકોની કહાની બતાવવામાં આવી છે જેમણે શિક્ષણ ક્ષેત્રમાં ખુબ સારુ કાર્ય કર્યું છે. તો આ ટીચર્સ ડેના ખાસ અવસર ઉપર જાણીએ એ સેલિબ્રિટિના વિશે જેણે પરદા ઉપર એક શિક્ષકની ભૂમિકા નિભાવી છે.
ઋતિક રોશન – સુપર 30
ફિલ્મી પર્દાના ટીચર્સની વાત કરીએ તો હેન્ડસમ અભિનેતા ઋત્વિક રોશને સુપર 30માં ટીચરનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મ મશહૂર શિક્ષક આનંદ કુમારની બાયોપિક છે. જેમાં તેણે ગણિતના શિક્ષકનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં ઋત્વિક રોશન ગરીબ બાળકોને ભણાવે છે. અને તેને આઈઆઈટીમાં એડમિશનની તૈયારી કરાવે છે. ફિલ્મમાં ઋત્વિક રોશનની એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.
રાની મુખર્જી – હિચકી
અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મ હિચકીમાં એક સ્પેશ્યલ ટીચરનો રોલ નિભાવ્યો છે. જેમાં એક સિંડ્રોમના કારણે વાંરવાર હિચકી આવે છે. ફિલ્મમાં અભિનેત્રીએ પહેલાથી જ ખુબ મુશ્કેલીઓ વેઠી છે. તે જે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ છે તેવા બાળકોને ભણાવે છે. તેના માટે તેને ખુબ મહેનત કરવી પડે છે.
આમિર ખાન – તારે જમીન પર
અભિનેતા આમિર ખાને ફિલ્મ તારે જમીન પરમાં એક શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં અભિનેતા બાળકોને અલગ રીતે જ ભણાવે છે. જેમાં તે આસાન રીતે બાળકોન ભણાવવાની વાત કરે છે. તે પુસ્તકોથી અલગ પોતાના એક વિદ્યાર્થીને ડે ડિસ્લેક્સિયાની બિમારીથી પીડિત છે. તેને પણ ખુબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અમિતાભ બચ્ચન – મોહબ્બતેં
મોહબત્તેંમાં અમિતાભ બચ્ચન પણ ગુરૂકુળની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન ઉપર ચાલનારા ડીનના રૂપમાં અભિનય કર્યો હતો. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને યાદગાર બનાવી દીધી હતી.
આ સિવાય કેટલાક અભિનેતા એવા છે જેમણે ફિલ્મોમાં શિક્ષકની ભૂમિકા નિભાવી છે. જેમાં વિદ્યા બાલન, સુષ્મિતા સેન, બોમન ઈરાનીનું નામ સામેલ છે.


Previous articleભારતે ચીનને આપ્યો ઝાટકો, હવે ITBPના જવાનોએ પેંગોંગ ત્સો પાસે અહીં કરી લીધો કબ્જો
Next articleરિયાના મોબાઈલે ખોલી તેના સૌથી મોટા જુઠની પોલ, ડ્રગ્સ લેવા સિવાય તે ખરીદ અને વેચાણમાં પણ હતી સામેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here