અત્યારે જ્યારે દરેક શાળાના શિક્ષકોએ તાજેતરમાં જ ચાલતા શિક્ષણ પ્રત્યે અભિરૂચિ કેળવવી જોઇએ ઉપરાંત અવનવી પ્રવૃત્તિઓ અને પદ્ધતિથી શિક્ષણને સુયોગ્ય બનાવવું જોઇએ ત્યારે આણંદ ખાતે આવેલ બ્લુએવી હોટેલમાં પારુલ યુનિવર્સિટી દ્વારા Recent Education Trends & Carrier Objectiveના વિષય ઉપર એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આણંદ જિલ્લાના અજરપુરા ખાતે આવેલ એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલના આચાર્યા પારૂલબેન ઉપરાંત મદદનીશ શિક્ષક પ્રિતેશભાઇ અને મયુરભાઈએ તાલીમમાં ભાગ લીધો હતો.શાળાના આચાર્ય પારુલબેને પારુલ યુનિવર્સિટીના સભ્યોનો તાલીમમાં આમંત્રણ બદલ અને તાલીમમાં શિક્ષણનું અવનવું ભાથું પીરસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.