Home India કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

11
0

કાશ્મીરમાં શરૂ થયેલા ૪૦ દિવસના ચિલ્લાઈ કલાનની અસર ધીમે ધીમે ઘેરાતી જાય છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અહીંયા રવિવારથી શરૂ થયેલી બરફવર્ષા સોમવારે પણ યથાવત્ રહી હતી. મોટાપાયે બરફ પડવાના પગલે હિમાચલમાં આવેલા જાણીતા પર્યટન સ્થળો સિમલા અને મનાલીમાં લોકો ફસાઈ ગયા હતા. બંને પ્રદેશોને દેશ સાથે જોડતા રસ્તા બંધ કરવા પડે તે સ્થિતિ ઊભી થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સોમવારે સિમલાના કુફરીમાં ૩૦ સેમી બરફ પડયો હતો જ્યારે ડેલહાઉસીમાં ૩૨ સેમી અને ચમ્બા જિલ્લામાં ૧૪ સીએમ વરસાદ પડયો હતો. કેલોન્ગ, કલ્પ, સિમલા, ડેલહાઉસી અને કુફરીમાં તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહ્યું હતું. કેલોન્ગ માઈનસ ૬.૭ ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ઠંડો સ્થળ બની ગયું હતું. બીજી તરફ કલ્પમાં માઈનસ ૩.૪ ડિગ્રી અને મનાલીમાં માઈનસ ૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડેલહાઉસી, કુફરી અને સિમલામાં અનુક્રમે માઈનસ ૩.૪, માઈનસ ૨.૪ અને માઈનસ ૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મેદાની રાજ્યોમાં પર્વતિય ઠંડીની અસર વર્તાવાનું શરૂ થઈ ગયું છે. રવિવારે રાત્રે પર્વતીય રાજ્યોમાં પડેલા ભારે બરફને પગલે મેદાની રાજ્યોમાં પારો ગગડયો છે. ખાસ કરીને હરિયાણાના નારનૌલમાં પારો ૧.૬ ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ પંજાબના લુધિયાણામાં ૨.૧ ડિગ્રી જ્યારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના જ પિલાનીમાં ૨.૪ ડિગ્રી અને સિકરમાં ૨.૫ ડિગ્રી તો બીજી તરફ હરિયાણાના હિસારમાં ૨.૭ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગુજરાતનું નલિયા સોમવારે ૩.૨ ડિગ્રી તાપમાન સાથે દેશના ટોચના ૧૦ ઠંડા શહેરોમાં સાતમા ક્રમે આવ્યું હતું. રોહતક ૩.૨ સાથે આઠમા ક્રમે, ગંગાનગર ૩.૩ ડિગ્રી સાથે નવમા અને કરનાલ ૩.૬ ડિગ્રી સાથે દસમા ક્રમે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તરના પર્વતિય રાજ્યોમાં થઈ રહેલી સતત બરફ વર્ષાને પગલે આગામી ત્રણ દિવસમાં મેદાની રાજ્યોમાં ઠંડીનું જોર વધશે. આ રાજ્યોમાં સરેરાશ ૧થી ૨ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેને કારણે જ હવામાન વિભાગે શીત લહેરને ધ્યાનમાં રાખીને મેદાની રાજ્યો માટે ઠંડીનું યલો એલર્ટ જારી કર્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત કાશ્મીર ખીણમાં બરફની સાથે સાથે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુરુશિખર પર તાપમાન માઇનસ પાંચ ડીગ્રી
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી ગગડયો હતો. જેના કારણે વાતાવરણ ઠંડુંગાર બની જતાં રજા માણવા ગયેલા સહેલાણીઓની હાલત કફોડી બની હતી. શીતલહેરને પગલે ગુરુશિખર પર તાપમાન ઘટીને માયનસ પાંચ ડિગ્રી નોંધાતા ઠેર-ઠેર બરફના થર જામી ગયા હતા. આબુમાં ગત સમી સાંજથી ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો શરૂ થતાં જ માઉન્ટ આબુના રસ્તાઓ પર સહેલાણીઓની અવરજવર ઘટી ગઈ હતી અને સવારે પણ હાડ થીજવતી ઠંડીના કારણે સહેલાણીઓ ફરવાના સ્થળે પણ દસ વાગ્યા પછી જઈ શક્યા હતા. પાણીમાં રીતસરનો બરફ જામી ગયો હતો.
પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ઝાપટાં પડયાં
સોમવારે પંજાબ અને હરિયાણા કેટલાક શહેરોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડયા હતા. તેના પગલે લુધિયાણા, પટિયાલા, બઠિંડા, ફરિદકોટ, આદમપુર અને હલવારામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વરસાદને પગલે આ વિસ્તારોમાં ઠંડીમાં પણ વધારો થયો હતો. ઉત્તર પ્રદેશમાં પણ પિૃમી વિસ્તારોમાં વરસાદ પડવાના પગલે પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો હતો.


Previous articleભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામું.
Next articleસરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 સીરીઝ-9માં લોકો રોકાણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here