Business

દુનિયાના સૌથી અમીર 10 ધનિકોને એક જ દિવસમાં 34 અરબ ડોલર એટલે કે 25.16 ખરબ રૂપિયાનું નુકસાન થયું છે.

દુનિયાભરના શેર બજારોમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેને કારણે દુનિયાના ટોપ 10 અમીરોની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે. દુનિયાના સૌથી અમીર 10 ધનિકોને એક જ દિવસમાં 34 અરબ ડોલર એટલે કે 25.16 ખરબ રૂપિયાનું નુકસાન થયું છે. તો ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટમાં દુનિયાના બીજા નંબરના અમીર બિલ ગેટ્સ એક ક્રમ નીચે આવી ગયા છે. અને તેઓની જગ્યાએ અર્નાટ એન્ડ ફેમિલીએ લઈ લીધી છે. બિલ ગેટ્સ હવે ત્રીજા સ્થાને આવી ગયા છે.

આ દરમિયાન ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના નેટવર્થમાં લગભગ 1 અરબ ડોલરનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે બુધવારે અમેરિકી શેરબજાર લગભગ 3.5 ટકાથી વધારેના ઘટાડા સાથે રેડ સિગ્નલ પર બંધ થયું હતું. ડાઉ જોન્સ 943 અંક તૂટીને 26519 પર બંધ થયો હતો. તો નેસ્કેડમાં 426 અંકોનો ઘટાડો થયો હતો. એસએન્ડપી પણ 119 અંક તૂટ્યો હતો. ફેસબૂકના શેરમાં પાંચ ટકાથી વધારેનો ઘટાડો થયો છે.

રેંકિંગ અમીર નેટવર્થ ઘટાડો
1. જેફ બેઝોસ 186.3 અરબ ડોલર 6.7 અરબ ડોલર
2. બર્નાર્ડ અર્નાટ એન્ડ ફેમિલી 115.1 અરબ ડોલર 4.7 અરબ ડોલર
3. બિલ ગેટ્સ 112.7 અરબ ડોલર 2અરબ ડોલર
4. માર્ક ઝુકરબર્ગ 98.4 અરબ ડોલર 5.7 અરબ ડોલર
5. મુકેશ અંબાણી 85.1 અરબ ડોલર 907 મિલિયન ડોલર
6. એલન મસ્ક 90.3 અરબ ડોલર 3.5 અરબ ડોલર
7. વોરેન બફેટ 76 અરબ ડોલર 2.2 અરબ ડોલર
8. લેરી એલિશન 73.9 અરબ ડોલર 1.9 અરબ ડોલર
9. સ્ટીવ બોલ્મર 69.7 અરબ ડોલર 3 અરબ ડોલર

જણાવી દઈએ કે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર રેંકિંગ દરરોજ પબ્લિક હોલ્ડિંગ્સમાં થનાર ઉતાર-ચઢાવ અંગે જાણકારી મળે છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં શેરબજાર ખુલ્યા બાદ દર 5 મિનિટમાં આ ઈન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિઓની સંપત્તિ કોઈ પ્રાઈવેટ કંપની સાથે સંબંધિત છે, તેઓનું નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.

Leave a Reply

Your email address will not be published.