પશ્વિમ બંગાળના બિયોજગઢ વિસ્તારમાં એક 26 વર્ષની અભિનેત્રી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. અભિનેત્રીએ ખુદ આ મામલે જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે કેસને ગંભીરતાથી લઈને અભિનેત્રીનું મેડિકલ પણ કરાવ્યું છે. અભિનેત્રીએ સાથ ભાઈ ચમ્પા જેવા કેટલાય ટીવી શોમાં કામ કર્યું હતું. મળતી માહિતી પ્રમામે 5 જૂલાઈએ અભિનેત્રીના ફ્લેટ પર એનો કોઈ જાણીતો શખ્સ આર્થિક મદદ માંગવા માટે આવ્યો. અભિનેત્રીને એકલી જોઈને ફાયદો ઉઠાવ્યો અને દુષ્કર્મ કર્યું. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં અભિનેત્રીએ કહ્યું કે તે ફ્લેટમાં એકલી જ રહે છે.
અભિનેત્રીએ પોલીસને વાત કરી કે, એણે માત્ર મારુ દુષ્કર્મ કર્યું એટલું જ નહીં, પણ એનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ તેણે ધમકી મારતાં કહ્યું કે જો કોઈને વાત કરી તો વીડિયો વાયરલ કરી દઈશ. જો કે તેમ છતાં અભિનેત્રીએ નીડરતાંથી પોલીસમાં બધી હકીકત જણાવી હતી.
સમગ્ર ઘટનાની જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની કલમ 376/506 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો. હાલમાં કેસની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી એક બિઝનેસમેન છે અને અભિનેત્રીનો જાણીતો છે. તો વળી બન્નેનું લવ અફેર હોવાની વાત પણ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી મૂળ નાદિયાની રહેનારી છે.
મોડેલિંગ અને અભિનયમાં કરિયર બનાવવા માટે તે કોલકત્તામાં રહેતી હતી. પહેલા તો અભિનેત્રીએ આ શખ્સને મળવાની ના પાડી હતી. પરંતુ ત્યારબાદ એ યુવકે વાત કરી કે તેને ધંધામાં ખોટ ગઈ તો પછી અભિનેત્રીએ તેને ઘર પર જ મળવા બોલાવ્યો હતો. ત્યાં જ એ શખ્સે અભિનેત્રીને એકલી જોઈને તકનો લાભ લીધો.