Home Ahmedabad કચ્છ: જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફીક શાખા દ્વારા 33 મુ માર્ગ સલામતી...

કચ્છ: જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફીક શાખા દ્વારા 33 મુ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

135
0

આજરોજ જે.એમ.બક્ષી-ધી પોર્ટ લોજિસ્ટીકસ અને કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટરમીનલ પ્રા.લી. નાઓના સહયોગથી જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફીક શાખા દ્વારા ૩૩ મુ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે જે.એમ. બક્ષી અને કે.આઈ.સી. ટી. દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ અને માર્ગ સલામતી અંગે કાળજી રાખવા જણાવવામાં આવેલ.ઉપરોકત કાર્યક્રમમાં જે.એમ.બક્ષીના ટરમીનલ હેડશ્રી અમરદીપ સિંઘ પરમાર તથા KICT ના સેફ્ટી હેડશ્રી આદિત્ય અભિષેક પાંડે તેમજ પી.એસ.આઈ જી.કે.વહુનિયા સી.ટી. ટ્રાફીક શાખા તથા જિલ્લા ટ્રાફિકનો પોલીસ સ્ટાફ હાજર રહેલ.




રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here