અત્યારે જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી છે ત્યારે એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલ,અજરપુરા ખાતે પણ ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પારૂલબેન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જેમાં શાળાના આચાર્ય પારૂલબેન અને સમગ્ર સ્ટાફ ગણે રાષ્ટ્રગીત અને ઝંડાગીત દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામોની પ્રસ્તુતિ કરવામાં કરી હતી. ઉપરાંત શાળાના સ્ટાફગણને કોરોના વોરિયર તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ જ દિવસે KG થી લઈને ધોરણ 10 સુધીના વિધાર્થીઓને વર્ષ દરમિયાન શિક્ષણક્ષેત્રે,અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ,વર્ચ્યુઅલ રીતે ઘોષિત કરવામાં આવ્યા હતા.અંતે શાળાના આચાર્ય પારૂલબેને સમગ્ર શાળા પરિવારને ૭૩ માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.
Home Kheda (Anand) એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલ,અજરપુરા ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.