Home Gujarat અમદાવાદ સ્થિત ઈન્ડિયન રેડક્રોસની શાખા દેશમાં સૌથી વધારે રક્ત એકત્ર કરે છે.

અમદાવાદ સ્થિત ઈન્ડિયન રેડક્રોસની શાખા દેશમાં સૌથી વધારે રક્ત એકત્ર કરે છે.

76
0

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખા સન્માન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં જ ફેફસાનું પ્રત્પાપર્ણ થાય તેના માટે રાજ્યનો આરોગ્ય વિભાગ ફેસિલિટી ઉભી કરવા આગળ વધી રહ્યો છે. કોરોનાકાળમાં ફેંફસામાં ચેપ અને અન્ય જટિલતાઓ સામે આવી છે. ઘણા કિસ્સામાં ફેફસાંના પ્રત્યયાપર્ણની પણ આવશ્યકતા ઉભી થઈ છે.
અમદાવાદ સ્થિત ઈન્ડિયન રેડક્રોસની શાખા દેશમાં સૌથી વધારે રક્ત એકત્ર કરે છે. ગુજરાત રક્તદાન માટે દેશભરમાં પ્રથમ છે. એમ કહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અંગદાન અને અંગ-પ્રત્યારોપણમાં પણ ગુજરાત મોખરે છે. કિડની ઈન્સ્ટિટ્યૂટમાં ભારતના સર્વાધિક કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થાય છે.
હમણાં જ અમદાવાદમાં બાળ હૃદય રોગની હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થયું છે. સિક્સસેલ એનેમીયા અને થેલિસિમિયાના દર્દીઓની ઓળખ તથા સારવાર માટે રેડક્રોસ સોસાયટીની કામગીરી સર્વોત્તમ હોવાનું કહેતા તેમણે હોસ્પિટલ અને તબીબી સુવિધાઓ વધે ત્યારે રક્તની જરૂરિયાત પણ વધતી હોવાનું ઉમેર્યું હતું.
આવા સમયે રેડક્રોસનું યોગદાન અભૂતપૂર્વ રહ્યાનું જણાવીને તેમણે ગુજરાત શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને વર્ષ 2016-17 માટેનો સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો.


Previous articleલખનૌના અનેક વિસ્તારોમાં ગત ડિસેમ્બર મહિનામાં CAA-NRC વિરૂદ્ધ પ્રદર્શનો યોજાયા હતાં.
Next articleઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ફરીથી ચૂંટાવાને લઇ હજુ પણ સંપૂર્ણપણે આશ્વસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here