Home South-Gujarat નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ.

નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ.

62
0

નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં દીપડો દેખાતા ભય જોવા મળ્યો હતો. રાત્રીના અંધકારમાં શિકારની શોધમાં આ દીપડો ભૂલો પડ્યો હતો.રાત્રીના અંધકારના સમયે આ દીપડો શિકારની શોધમાં હશે ત્યારે ફરતા ફરતા જવાહર બજાર વિસ્તારમાં આવેલ માતાજી કોમ્પ્લેક્સ ની સામે રહેણાંક વિસ્તારમાં આ દીપડો લટાર મારતો હતો. રાત્રીની સમયે અવર જવર નહિ હોવાથી તે શિકારની જેમકે બકરી કુતરા જેવા કોઈ પણ શિકારની શોધમાં હતો પરંતુ કોઈ શિકાર નહિ મળતા તે આ વિસ્તારમાં ભૂલો પડ્યો હતો. વહેલી સવારે જેમ આ વિસ્તારમાં ચહલ પહલ શરૂ થતાં દીપડો પણ પોતે ગભરાઈ સલામતી માટે રહેણાંક ઘરના છાપરા પર ચડી ગયો હતો.સ્થાનિકોની નજર આ દીપડા પર પડતા લોકોએ પોતાના સ્માર્ટફોનમાં ફોટા પાડી સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા  હતા. જેથી લોકો આ છુટ્ટા દીપડાને જોવા ભેગા થઈ રહ્યા હતા. જેમ જેમ માનવ મહેરામણ એકઠું થવા માંડ્યું તો આ દીપડો પણ જ્યાંથી આવ્યો તો તે રસ્તે પરત ફરી ગયો હતો. આ બાબત ની જાણ વનવિભાગ નેત્રંગ ને પણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ દીપડાએ આ લોકટોળા ઉપર કોઈ પણ જાતનો હુમલો કર્યો ન હતો. વનવિભાગ નેત્રંગ દ્વારા દીપડાને પિંજરે પુરવા મારણ સાથે પીંજરું તેમજ ટ્રેક કેમેરા લગાવવામાં આવશે તેમ આર.એફ.ઓ એસ.યુ.ઘાંચી એ જણાવ્યું  હતું.


ફોટોમેટર:- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ 


Previous articleગોધરાના પ્રોફેસર ડૉ રૂપેશ નાકરને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ NSS પ્રોગ્રામ ઓફિસર એવૉર્ડ એનાયત
Next articleઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીતનગર જેલમાં યોજાયેલા માનસિક આરોગ્ય કેમ્પનો બંદીવાનો એ લાભ લીધો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here