Home International ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 10 પેસેન્જર વિમાનોની મહિલા પેસેન્જરની જબરદસ્તી તપાસ...

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 10 પેસેન્જર વિમાનોની મહિલા પેસેન્જરની જબરદસ્તી તપાસ કરવામાં આવી છે…

11
0

કતાર(Qatar)ના દોહા એરપોર્ટ (Doha Airport)પર મહિલા યાત્રીઓનાં પ્રાઈવેટ પાર્ટની આક્રમક રીતે તપાસ કરાતાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયા (Australia)ના વિદેશ મંત્રીએ તેના પર સખત આપત્તિ વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 10 પેસેન્જર વિમાનોની મહિલા પેસેન્જરની જબરદસ્તી તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં સિડની જતી કતાર એરવેઝના વિમાનથી મહિલા પેસેન્જરને ઉતરવા માટે મજબૂર કરવામાં આવી છે અને તેઓનાં પ્રાઈવેટ પાર્ટની તપાસ કરવામાં આવી હતી.
બાથરૂમમાંથી નવજાત બાળક મળતાં મહિલાઓની તલાશી લીધી
કતાર એરપોર્ટના બાથરૂમથી એક લાવારિસ નવજાત બાળક મળ્યું હતું. જે બાદ દોહા એરપોર્ટના અધિકારીઓએ જબરદસ્તીથી મહિલાઓનાં પ્રાઈવેટ પાર્ટની તપાસ કરી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મરિસા પાયને સીનેટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, કુલ 10 એરક્રાફ્ટની મહિલા પેસેન્જરોને તલાશીનો શિકાર બનવું પડ્યું જે ખુબ જ પરેશાન કરનારું અને આક્રમક છે.
ઓસ્ટ્રેલિયા અને કતાર વચ્ચે વિવાદ
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, બે ઓક્ટોબરે સિડની જતી 18 મહિલાઓ અને ફ્રાંસ સહિત અન્ય વિદેશી મહિલાઓ આ તપાસનો શિકાર બની હતી. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયા અને કતાર વચ્ચે ખટાશ ઉભી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આ તપાસનો ભારે વિરોધ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ શિકાર બનેલી અન્ય દેશની મહિલા સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કતારના દોહાના એરપોર્ટ સત્તાધીશો દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અને એરપોર્ટ દ્વારા મહિલાને પોતાના બાળકને લઈ જવા માટે અપીલ કરવામાં આવી છે.

Previous articleBharatPe જણાવ્યું હતું કે લોકોને કિંમતી કે વજન પ્રમાણે સોનાની ખરીદી અને વેચાણનો વિકલ્પ પણ આપવામાં આવશે….
Next articleઆનંદનગરની રમાડા હોટેલ સામે પોલીસે સોમવારે મોડી રાત્રે રેડ પાડી કોલ સેન્ટરના ગેરકાયદે ધંધાના કિંગ ગણાતો નીરવ રાયચુરા ઝડપાયો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here