Home Business મિસ્ત્રી પરિવારના શાપોરજી પાલોનજી (એસપી) સમુહ જૂથ અને ટાટા જૂથ વચ્ચેની લડાઇ...

મિસ્ત્રી પરિવારના શાપોરજી પાલોનજી (એસપી) સમુહ જૂથ અને ટાટા જૂથ વચ્ચેની લડાઇ ફરી એકવાર ઉગ્ર બની છે….

30
0

મિસ્ત્રી પરિવારના શાપોરજી પાલોનજી (એસપી) સમુહ જૂથ અને ટાટા જૂથ વચ્ચેની લડાઇ ફરી એકવાર ઉગ્ર બની છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એસપી જૂથે ટાટા પર તેના શેર ગિરવે મૂકીને ભંડોળ એકત્ર કરવાની યોજના બંધ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ શેરહોલ્ડરોના હકોનું ઉલ્લંઘન છે. એસપી ગ્રુપ મુજબ આવુ ટાટા જૂથ બદલાની ભાવનાથી કરી રહ્યુ છે.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં, મિસ્ત્રી જૂથનો ટાટા જૂથમાં 18.5 ટકા હિસ્સો છે. મિસ્ત્રી ગ્રૂપે આ હિસ્સાના શેરો ગિરવે મૂકીને મૂડી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. ટાટા સન્સે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે આ અરજી દ્વારા ટાટા સીધા અથવા આડકતરી રીતે એસપી જૂથને શેર ગિરવી મૂકતા રોકવાનો પ્રયાસ કરે છે.
11,000 કરોડ એકત્ર કરવાની યોજના છે
એસપી જૂથ વિવિધ ભંડોળમાંથી 11,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. તેણે ટાટા સન્સમાં અગ્રણી કેનેડિયન રોકાણકાર પાસેથી 18.37 ટકા ભાગીદારીમાંથી એક ભાગના પ્રથમ તબક્કામાં રૂ. 3,750 કરોડનો કરાર કરવામાં આવ્યો છે. કેનેડિયન રોકાણકારો સાથેના કરારના એક દિવસ બાદ ટાટા સન્સ કોર્ટમાં પહોંચ્યા છે.
60 હજાર કર્મચારીઓને અસર થશે
એસપી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટાટા સન્સ દ્વારા કરાયેલી આ કાર્યવાહીનો હેતુ ફંડ એકઠું કરવાની અમારી યોજનામાં અવરોધ ઉભો કરવાનો છે. આ એસપી જૂથના વિવિધ એકમોના 60,000 કર્મચારીઓવાળા એક લાખ પ્રવાસી મજૂરનું ભાવિ પ્રભાવિત થશે. પ્રવક્તા અનુસાર આનાથી જૂથને ખુબ નુકસાન થશે. એસપી જૂથ તાતાના દાવાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારશે.
ટાટા અને મિસ્ત્રી વચ્ચે વિવાદ
મિસ્ત્રી ગ્રુપની કંપનીઓ ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડરોમાંની એક છે. મિસ્ત્રી પરિવારનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય સાયરસ મિસ્ત્રીને 2012 માં ટાટા સન્સના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓને 2016માં આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી બંને પક્ષો વચ્ચે લાંબી કાયદાકીય લડત શરૂ થઈ.


Previous articleવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ગરીબોને વિશ્વાસ આપવા માટેની યોજના ગણાવી હતી…
Next articleતમારી પાસે આવું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે, તો છેતરપિંડી કેવી રીતે ટાળવી …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here