Home Crime અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર કુલ-૦૪ આરોપીઓ પૈકી...

અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર કુલ-૦૪ આરોપીઓ પૈકી ત્રણ બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલ રીક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ

30
0

બે દિવસ પહેલા અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમની તિક્ષ્ણ હથીયારથી હત્યા કરી શારીરિક અંગોને કાપી અલગ અલગ ટુકડા કરી થેલામાં ભરી અવાવરૂ જગ્યાએ નાખી અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર કુલ-૦૪ આરોપીઓ પૈકી ત્રણ બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલ રીક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાંચ

ગત રોજ તા.૦૬/૦૭/૨૦૨૧ ના ક.૧૧/૩૦ પહેલા કોઈપણ સમય દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમને કોઈ અજાણ્યા સ્થળે હત્યા કરી ભોગ બનનારની લાશને ક્રુરતા પુર્વક હાથ,પગ,ધડ,માથું કોઈ તિક્ષ્ણ હથીયાર વડે કાપી પોલીથીનની બેગમાં તેને થેલાઓમાં મુકી રીક્ષા મારફતે આરોપીઓ દ્રારા અંકલેશ્વર શહેર વિસ્તારની અલગ અલગ અવાવરૂ જગ્યાએ ફેકવાનો બનાવ બનવા પામેલ જે અનુંસંધાને અંકલેશ્વર શહેર પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ “A”૧૧૧૯૯૦૦૪૨૧૧૭૩૧/૨૦૨૧ IPC કલમ-૩૦૨,૨૦૧,૧૧૪ તથા GP ACT ૧૩૫ મુજબ ગુનો દાખલ થયેલ. આ ચકચારી બનાવની ગંભીરતાને સમજી I/C પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા નાઓની સુચના આધારે તાત્કાલીક પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જીલ્લા ભરૂચનાઓએ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વરનાઓ તથા ભરૂચ જીલ્લાની એલ.સી.બી. એસ.ઓ.જી. પેરોલ ફર્લો તથા સ્થાનીક પોલીસને ગુનો ડીટેક્ટ કરવા સુચના કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓએ ભરૂચ જીલ્લાની એલ.સી.બી. એસ.ઓ.જી. પેરોલ ફર્લો તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ.


જે દરમ્યાન હ્યુમન ઈન્ટેલીજન્ટ અને ટેકનિકલ સર્વેલન્સ તથા CCTV સર્વેલન્સ આધારે એલ.સી.બી ટીમ દ્રારા ગુનામાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી રીક્ષા જે વિસ્તારની હોય ત્યા વોચ કરી કુલ-૦૪ આરોપીઓને હસ્તગત કરી એલ.સી.બી કચેરી ખાતે લાવી તમામ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ગુનો કર્યાની કબુલાત આપેલ જેથી તમામ આરોપીઓને હસ્તગત કરી ગુનો ડીટેકટ કરેલ આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહેલ છે.
હસ્તગત કરાયેલ આરોપી ના નામ સરનામા:-
(૧) લેસીના W/O ઝાકીર અબ્દુલ મુલ્લા તથા D/O અબ્દુલમન્નલ મુલ્લા ઉ.વ.-૩૭ રહે.હાલ- મકાન નં-૧૯૩ મંગલદીપ સોસાયટી મીરાનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-કાલીયા થાના-કાલીયા તા-ખુલસુર જી-નૌડાલ બાંગ્લાદેશ.
(૨) મુફીસ S/O મોહંમદ મુલ્લા ઉ.વ.-૩૪ રહે.હાલ- બાપુનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- કાલીયા થાના-કાલીયા સીલમપુર તા-ખુલસુર જી-નૌડાલ બાંગ્લાદેશ.
(૩) અજોમ S/O સમસુ શેખ ઉ.વ.-૫૫ રહે-હાલ- લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખા ના મકાનમા ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-કમરકુલ્લા થાના-ડાકોબ જી-ખુલના બાંગ્લાદેશ
(૪) નૌસાદ S/O ઇદ્રીશ ખાન ઉ.વ.૪૯ ધંધો. રીક્ષા ડ્રાઇવર હાલ રહેવાસી.અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાંન્ટ પાસે ભાડેથી તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી. જમુઆ થાના ઓભાવ તા બેલથરારોડ જી.બલીયા U.P
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) કુલ મોબાઈલ નંગ-૦૮ જેની કિ.રૂ.૨૨,૦૦૦/-
(૨) એક ઓટો રીક્ષા નં- GJ-16-AT-1617 જેની કિ.રૂ.૧,૦૦૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૨૨,૦૦૦/-
ગુનાને અંજામ કેવી રીતે આપ્યો અને શા માટે મર્ડર કર્યુ ?
બાંગ્લાદેશ થી ધુસણખોરી કરીને આવેલ બાંગ્લાદેશી ઓને ભારત ખાતે પકડી તેઓને પરત બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવે છે. આ ગુનાના તમામ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ (૧) અજોમ તથા (૨) આરોપણ લેસીના તથા (૩) મુફીસ ત્રણેય જણા લાંબા સમય થી ગુજરાતના અમદાવાદ, સુરત,ભરૂચ,અંકલેશ્ર્વર,જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા. આ ગુનામાં મરણ જનાર અકબર મુળ બાંગ્લાદેશ થી હતો જે અમદાવાદ ચંડોળા તળાવ, ઇશનપુર ખાતે રહેતો હતો અને આ ગુનાના આરોપીઓને વારંવાર ધમકીઓ આપતો હતો કે, તમોને હુ પોલીસમાં પકડાવી ડિપોર્ટ કરાવી દઇશ. જો આમ ન થવા દેવુ હોય તો રૂપીયા આપવા પડશે તથા આ કામે ભોગ બનનારે આરોપી અજોમને આ અગાઉ અમદાવાદ હવેલી પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાવી દિધેલ આમ કાયમી થતી હેરાનગતીથી કંટાળી ત્રણેય બાંગ્લાદેશી આરોપીઓએ તથા રીક્ષા ડ્રાઇવર નૌસાદ સાથે કાવતરૂ રચી આયોજન મુજબ આરોપીઓએ ભોગ બનનારને ઘરે બોલાવી ભોગ બનનાર અકબરને ઉંઘની ગોળીઓ પીવડાવી ભોગ બનનારને બેહોશ કરી દઈ આયોજન મુજબ આરોપીઓ દ્રારા ઓશીકા વડે ભોગ બનનારનું મોઢું દબાવી દઈ તથા તિક્ષ્ણ હથીયારથી ભોગ બનનારના શરીરનાં અલગ અલગ ટુકડાઓ કરી પોલીથીનની કોથળીઓમાં ભરી તેને બેગમાં મુકી નૌસાદની રીક્ષા મારફતે અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ બેગ ફેકી દઈ નાશી ગયેલ.
આરોપીઓ દ્રારા હત્યા કરવા માટે વાપરવામાં આવેલ તિક્ષ્ણ હથીયાર (ચપ્પુ) અને બીજા પુરાવા મેળવવા અંકલેશ્વર શહેર પો.સ્ટે. તપાસ ચલાવી રહેલ છે.

બાંગ્લાદેશી વિરૂધ્ધ કાર્યવાહી
હાલ સુધી ની તપાસમાં પ્રથમ ર્દષ્ટ્રીએ ત્રણ આરોપીઓ (૧) અજોમ તથા (૨) આરોપણ લેસીના તથા (૩) મુફીસ બાંગ્લાદેશ ના હોવાનુ જણાઇ આવેલ છે. જે બાબતે ભવિષ્યમાં ઉડાણપુર્વક તપાસ કરવામાં આવશે. જો ગેરકાયદેસર રીતે ભારત દેશમાં આવેલ હશે તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડિપોર્ટ કરવામાં આવશે તથા તેમની પાસેથી મળી આવેલ ભારતીય દસ્તાવેજોની તલસ્પર્શી તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તથા ઉપરોક્ત ત્રણ બાંગ્લાદેશી આરોપીઓ સાથે અન્ય ત્રણ બાંગ્લાદેશી નાગરીકો પણ પકડાયેલ હોય જે તમામની વધુ તપાસ ભરૂચ જીલ્લા એસ.ઓ.જી. ચલાવી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પો.ઈન્સ. જે.એન.ઝાલા તથા પો.સ.ઈ. પી.એસ. બરંડા, તથા પો.સ.ઈ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ. વાય.જી.ગઢવી, તથા એલ.સી.બી. ટીમ ભરુચ દ્રારા કરવામાં આવેલ.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત
.


Previous articleભરૂચ જિલ્લા માં 1648 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ માંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો.
Next articleનર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદઘાટન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here