Home South-Gujarat ભરૂચ શીતલ સર્કલ પાસે CNG મારૂતીવાનમાં સોર્ટ સર્કિટથી આગ લાગતા ત્વરીત નિર્ણય...

ભરૂચ શીતલ સર્કલ પાસે CNG મારૂતીવાનમાં સોર્ટ સર્કિટથી આગ લાગતા ત્વરીત નિર્ણય લઈ પરિવારના ત્રણ સભ્યો તેમજ એક બાળકીને હેમખેમ બચાવી જીંદગી બચાવતી ભરૂચ પોલીસ.

24
0

ગત તારીખ ૧૨/૦૭/૨૦૨૧ નારોજ માનનીય ડેપ્યુટી સી.એમ.શ્રી નીતીન પટેલ સાહેબનાઓ નર્મદા મૈયા બ્રીજના લોકાર્પણ શુભારંભ પ્રસંગે પધારનાર હોય જે અન્વયે ભરૂચ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનીરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને ભરૂચ પોલીસ બંદોબસ્તમાં શીતલ સર્કલ ખાતે હાજર હતી જે દરમ્યાન આશરે બપોરના બે વાગ્યાની આસપાસ એક CNG મારૂતીવાન નં. GJ-16-AP-0185 ના ચાલક ઇશાક ઇબ્રાહીમભાઇ જાતે – પાંચભાયા સાથે તેઓના પરિવારના સભ્યો (૧) આયશાબાનુ W/O ઇશાકભાઇ (૨) સાલેહા D/O ઇશાકભાઇ ઉ.વ.૧૫ તથા (૩) જુબેદાબેન ઇસ્માઇલભાઇ (ભાભી) નાઓ સાથે અંકલેશ્વર ગોલ્ડન બ્રીજ તરફથી ખરીદી કરવા સારૂ ભરૂચ શહેર ખાતે આવતા હોય અને શીતલ સર્કલ આવતા તેઓની ગાડીમાં સોર્ટ સર્કીટના કારણે આકસ્મીક રીતે આગ લાગતા ગાડી ચાલકને ખબર ન હોય સ્થળ પર હાજર ભરૂચ પોલીસ સ્ટાફના માણસો આગનો ધુમાડો નિકળતા મારૂતીવાન જોઈ જતા તેને ઉભી રખાવેલ અને મારૂતીવાનમાં અચાનક આગ વધી જતા સમય સુચકતા વાપરી ગાડીમા સવાર ચાલક તથા તેના પરિવરના સભ્યોને હાજર પોલીસ સ્ટાફે પોતાના જીવના જોખમે સર-સામાન સાથે બહાર કાઢી સુરક્ષીત સ્થાને ખસેડી આગમાંથી આબાદ બચાવી લઈ આજુબાજુની દુકાનો માંથી પાણીના કેરબા તેમજ પાણીની ડોલો ભરી લાવી આગ ઉપર કાબુ મેળવી કોઈ ભયનું વાતાવરણ ઉભુ ન થાય તેમ ટ્રાફીક તેમજ રાહદારી પબ્લીકને કુનેહ પુર્વક સુરક્ષા પુરી પાડી પોલીસ અને પબ્લીક વચ્ચે સુમેળભર્યુ વાતાવરણ ઉભુ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરતી ભરૂચ જીલ્લા પોલીસ.
રેસ્ક્યુ કરેલ પરિવારના સભ્યો:-
(૧) ઇશાક ઇબ્રાહીમભાઇ જાતે – પાંચભાયા ઉ.વ. ૪૩
(૨) આયશાબાનુ W/O ઇશાકભાઇ ઇબ્રાહીમભાઇ જાતે – પાંચભાયા ઉ.વ. ૩૮
(૩) સાલેહા D/O ઇશાકભાઇ ઇબ્રાહીમભાઇ જાતે – પાંચભાયા ઉ.વ.૧૫
(૪) ભાભી :- જુબેદાબેન ઇસ્માઇલભાઇ જાતે – પાંચભાયા ઉ.વ.૫૦ તમામ રહે. ગામ – સીલુડી તા.વાલીયા
જી.ભરૂચ
ઉપરોકત આગ અકસ્માત બચાવ કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. બી.ડી. વાઘેલા તથા અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ, અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ, અ.હે.કો. નિલેશભાઇ નારસીંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તમામ નોકરી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ તથા વુ.પો.કો. કાજલબેન કનુભાઇ, વુ.પો.કો. અનિતાબેન પોહલ્યાભાઇ નોકરી વાગરા પો.સ્ટે.નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સી.આઈ.ડી.ક્રાઇમ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા રતનભાઈ હડશનું ગત રોજ રાત્રીનાં અરસામાં હૃદયરોગનાં હુમલામાં આકસ્મિક નિધન
Next articleઉમરેઠ કાપડ મહાજનના પ્રમુખ તરીકે સંજય શહેરાવાળાની વરણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here