Bollywood

કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ મામલે બે કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી ઉપર બીએમસીએ સોગંદનામું દાખલ કર્યું છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ મામલે બે કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી ઉપર બીએમસીએ સોગંદનામું દાખલ કર્યું છે. પોતાના સોગંદનામામાં બીએમસીએ શુક્રવારે કહ્યું હતું કે આ અરજી કાનૂની પ્રક્રિયાનો દૂરઉપયોગ છે.

બીએમસીએ દંડની સાથે અરજી રદ્દ કરવાની કરી માગ

બીએમસીએ પોતાના સોગંદનામામાં અદાલતને કંગના રનૌતની અરજી રદ્દ કરવાની અને આવી અરજી દાખલ કરવાના પગલે તેમના ઉપર દંડ કરવાની માંગ કરી છે. સોગંદનામામાં કહ્યું છે કે અરજી અને તેમાં માંગવામાં આવેલી રાહત કાનૂની પ્રક્રિયાનો દૂરઉપયોગ છે. અરજી ઉપર વિચાર ન કરવો જોઈએ અને તેને દંડની સાથે રદ્દ કરી દેવી જોઈએ.

જણાવી દઈએ કે મુંબઈમાં 9 સપ્ટેમ્બરે બીએમસીએ કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદે નિર્માણનો આરોપ લગાવીને તોડફોડ કરવામાં આવી હતી. કંગના રનૌતે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા પછી તે જ દિવસથી બીએમસીની કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી હતી.

આ પછી 15 સપ્ટેમ્બરે રનૌતે પોતાની સુધારેલી અરજીમાં બીએમસીની કાર્યવાહી ને લઈને ભરપાઈના રૂપમાં 2 કરોડ રૂપિયાની માગ કરી હતી. આ મામલામાં આગામી સુનાવણી હવે 22 સપ્ટેમ્બરે થશે.

Leave a Reply

Your email address will not be published.