Home Crime અંકલેશ્વર બસ ડેપો પાસે એક અજાણ્યા ૪૦ વર્ષીય ઈસમ નો મૃતદેહ મળ્યો

અંકલેશ્વર બસ ડેપો પાસે એક અજાણ્યા ૪૦ વર્ષીય ઈસમ નો મૃતદેહ મળ્યો

38
0

શહેર પોલીસને જાણ થતા કોઈ કારણસર મૃત પામેલા ઈસમનો મૃતદેહ પી.એમ અર્થે ખસેડાયો હતો
મૃતક ઈસમ ની ઓળખ માટે પોલીસે સ્થાનિક વિસ્તારમાં તેના પરિજનો ની શોધખોળ આરંભી હતી.

અંકલેશ્વર એસ.ટી ડેપો પાસેથી એક ૪૦ થી ૪૫ વર્ષીય અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ શહેર પોલીસ ને થતાં પોલીસે મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી અજાણ્યા મૃતક ની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ અંકલેશ્વર બસ ડેપો પાસે અજાણ્યા ૪૦ વર્ષીય ઈસમ મૃત હાલતમાં પડ્યો હોવાની જાણ શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહ પી.એમ. અર્થે ખસેડાયો હતો તેના કપડાં ની અંગઝડતી લેતા તેમાંથી ઓળખના પુરાવા ન મળતા પોલીસે મૃતક ઈસમ કોણ છે તે અંગે ગુમ થયેલા ૪૦ થી ૪૫ વર્ષીય ઈસમો અંગે તેમજ આજુબાજુ વિસ્તારમાં ગુમ થયેલા ઈસમો અંગે તપાસ આરંભી હતી અને મૃતક અજાણ્યા ઈસમ કોણ છે તે અંગે તપાસ આદરી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ના મમતાનગર માં થી કાર માં થી વિદેશી દારૂ ઝડપાયો
Next articleઅંકલેશ્વર ના સંજાલી ગામે ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here