અત્રે શહેરમાં કેટલાક લોકો દ્વારા ભુંડ પકડવાની કામગીરી થતી હોય છે,આવી જ રીતે એક ભૂંડને કેટલાક લોકો પકડીને ટેમ્પામાં મૂકીને લઈ જઈ રહેલ હતા.
ટ્રાન્સપોર્ટટેશન દરમ્યાન સ્વબચાવમાં ટેમ્પા ચાલકની જાણ બહાર આ ભૂંડે ટેમ્પામાંથી છલાંગ લગાવી દીધેલ અને રસ્તામાં ફસડાઇ પડેલ,આ દરમ્યાન તેણે પાછળના પગનું હાડકું તૂટી જવા પામેલ હતું.
આ ઘટનાની જાણ નજીકમાં રહેતા જગતભાઈ પટેલને થતાં તેઓને જોળ ગામ ખાતે આવેલ RRSA Foundation ને ફોન કરેલ અને એમ્બ્યુલન્સ મારફત આ ભૂંડને સંસ્થા પર લાવવામાં આવેલ હતું.
સંસ્થાના વેટરીનરી ડોક્ટર ડૉ.નિલોફર દેસાઈ, વેટરીનરી આસિસ્ટન્ટ જીલ રબારી અને અર્પિત ભૂનાતર ની સાથે દિનેશ પરમાર,સુનીલ પરમાર,વૃશ્રિક પટેલ અને રંજનબેન સોલંકી ની મહેનત અને દવાદારૂ થકી ૨ મહિના પછી આ ભુંડ પોતાના પગ પર ચાલવા લાગેલ છે.
ભૂંડને જેતે જગ્યા પર પાછું છોડવું જોખમકારક હોઇ સંસ્થાના જોળ ગામ ખાતે આવેલ આશિયાના ફોર એનિમલ શેલ્ટર માં જ આ ભૂંડને કાયમી ધોરણે રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે,હાલમાં આ ભુંડ જેને સંસ્થા દ્વારા પેપા નામ આપવામાં આવેલ છે જે સંસ્થામાં રહેતા અન્ય જીવોની સાથે હળીમળીને રહેવા લાગેલ છે,અને મનુષ્ય સાથે પણ રમત કરવા લાગેલ છે .