બુધવારથી ઝઘડિયા શાખા રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા છે.
ઝઘડિયા તાલુકામાં કોરોના નું સંક્રમણ દિવસે દિવસે ફરીથી વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકા મથક હોય અહી હજારોની સંખ્યામાં લોકો આવન-જાવન કરતા હોય છે, જેથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહે છે. એક તરફ જિલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણ માં વ્યસ્ત છે ત્યારે કોરોનાના સંક્રમિત કેસોમાં પણ મોટાપાયે ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. આજરોજ ઝઘડિયા સ્ટેટ બેન્ક શાખામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સોમવાર અને મંગળવાર ઝઘડિયા શાખા બંધ રાખવામાં આવી છે. બુધવારથી શાખા રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેમ શાખા મેનેજરે જણાવ્યું હતું.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા