Home Business કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક આપી રહી...

કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક આપી રહી છે.

2
0

ધનતેરસ-દિવાળી પહેલા જ, કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક આપી રહી છે. સરકારના સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21 (Sovereign Gold Bond Scheme 2020-21) સીરીજ VIIIનું સબ્સક્રિપ્શન 9 નવેમ્બર એટલે કે સોમવારથી શરૂ થઇ જશે રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરવાની તક હશે. આ વખેતે આરબીઆઇએ ,સોનાનો ભાવ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યા છે. સાથે જ, ઓનલાઇન આવેદન કરવા અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરનારા લોકો માટે 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ પણ મળશે.
ડિજિટલ ચુકવણી કરનારાઓ માટે, આ કિંમત પ્રતિ ગ્રામ 5,127 રૂપિયા હશે. અગાઉ 12 ઓક્ટોબરે જારી કરાયેલા ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 5,051 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. સરકાર વતી આરબીઆઈ દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત સરેરાશ ક્લોજિંગ ભાવના આધારે આરબીઆઈએ ગોલ્ડ બોન્ડ હેઠળ સોનાની કિંમત નક્કી કરી છે. આ 999 શુદ્ધતા સોના માટે છે.
રોકાણકારો ઓછામાં ઓછા 1 ગ્રામ સોનામાં સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. 4 કિલોગ્રામ જેટલું સોનું વ્યક્તિગત રીતે રોકાણ કરી શકાય છે. તેની પરિપક્વતા અવધિ 8 વર્ષ છે. રોકાણના પાંચમા વર્ષથી આ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ છે.
ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરવું?
આ ગોલ્ડ બોન્ડનું રોકાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેંજ (BSE, NSE) દ્વારા થઈ શકે છે. તેમાં નાની ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો દ્વારા રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ નથી.
વાર્ષિક 2.5% વ્યાજનો પણ લાભ
સોનાના બોન્ડમાં વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી અગત્યની બાબત એ છે કે તમારે તેના સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેને ડીમેટમાં રાખવા પર કોઈ જીએસટી પણ ચૂકવવાપાત્ર નથી જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઈ મૂડી લાભ થશે તો તેની પર છુટ મળશે. સોનાના બોન્ડ્સ પર આ એક વિશિષ્ટ લાભ છે.

Previous articleમેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે
Next articleએક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ ને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here