Home Business કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના...

કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી

146
0

લોન મોરેટોરિયમ (Loan Moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન (Lockdown) દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બેન્ક (Bank) તરફથી કેશબેક (Cash Back) મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી તે દરમ્યાન આ વાત કહેવામાં આવી છે.
1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી મોરેટોરિયમ
25 માર્ટના રોજ લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. લોન મોરેટોરિયમ ઘોષણા 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી લાગૂ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન લોન લેનારાઓને EMI ભરવાથી રાહત આપવામાં આવી હતી. પાછળથી મોરેટોરિયમ પીરિયડ દરમ્યાન વ્યાજ પરના વ્યાજનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સરકારે કહ્યું કે લોન લેનારાઓને વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં. તેની અસર સરકારી તિજોરી પર લગભગ 7000 કરોડની પડશે.
6 મહિનાના સિમ્પલ ઇંટ્રેસ્ટ ડિફરન્સનો મળશે લાભ
આવી સ્થિતિમાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે જે લોન લેનારાઓએ લોકડાઉન જેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ લોનની ચૂકવણી કરી, તેમની સાથે આવા પ્રકારનો અન્યાય થશે. એવામાં શુક્રવારના રોજ સરકારે સ્પષ્ટ કહી દીધું કે જો કોઇ લોન લેનારે મોરેટોરિયમનો લાભ ઉઠાવ્યો નથી અને હપ્તાની ચૂકવણી સમય પર કરી તો બેન્કમાંથી તેમને કેશબેક મળશે. આ સ્કીમની અંતર્ગત આવા લેણદારોને 6 મહિનાના સિંપલ લોન ઇંટ્રેસ્ટમાં ડિફરન્સનો લાભ મળશે.
2 કરોડ સુધીની લોન પર રીબેટની છૂટ મળી હતી
સરકારે તાજેતરમાં 2 કરોડ સુધીની લોન લેનારાઓને મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજમાં માફીની જાહેરાત કરી હતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરાયું હતું જેમાં એમએસએમઇ લોન, શિક્ષણ, હાઉસિંગ, ગ્રાહક, ઓટો, ક્રેડિટ કાર્ડના લેણાં અને ઉપભોગ લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) માફ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સરકારના જણાવ્યા મુજબ 6 મહિનાની લોન મોરેટોરિયમ સમયમાં 2 કરોડ રૂપિયા સુધીની લોન પરનું વ્યાજ માફ કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here