કેન્દ્ર સરકાર રસોઈ ગેસ સિલેન્ડરનું બુકિંગ કરતા તેની સબસિડી સીધી ગ્રાહકના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સામાન્ય રીતે સબસિડી મેળવવા માટે તમારે તમારું ગેસ કનેક્શનની સાથે આધાર કાર્ડને લિંક કરાવવું ખુબ જ જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તો કોઈ કારણસર આધાર કાર્ડને બેંક અથવા LPG કનેક્શનની સાથે લિંક કરી શકાય નથી તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આધાર કાર્ડ લિંક કર્યા વગર પણ તમને ગેસ સબસિડી મળી શકે છે. બસ તેના માટે તમારે એક કામ કરવું પડશે.
આ રીતે મેળવો સબસીડોનો ફાયદો
– ગેસ સબસીડી મેળવવા માટે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈને LPG ડિસ્ટ્રીબ્યૂટરને બેંક એકાઉન્ટનો નંબર આપવો પડશે.
– ત્યારબાદ ગ્રાહકની સબસિડીની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.
– બેંક એકાઉન્ટની જાણકારીની સાથે એકાઉન્ટ ધારકનું નામ, ખાતા નંબર અને બેંકની બ્રાંચનો IFSC કોડ અને 17 અંકોનો એલપીજી કંજ્યૂમર આઈડી આપવું પડશે.
– પરંતુ જણાવી દઈએ કે આ સુવિધા તેજ ગ્રાહકોને આપવામાં આવી છે, જેની પાસે આધાર કાર્ડ નથી.
આવી રીતે કરો આધારને ગેસ કનેક્શન સાથે લિંક
1. ઓનલાઈન રીતે લિંક કરવું
– ઓનલાઈન મોડમાં લિંક કરવા માટે તમારે મોબાઈલ નંબરનો ઈન્ડેન ગેસ કનેક્શનથી રજિસ્ટર કરાવો.
– ત્યારબાદ આધારની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
– અહીં આપેલી તમામ જરૂરી જાણકારી ભરો.
– તેમાં તમારે બેનિફિટ ટાઈપમાં એલપીજી, સ્કીમનું નામ, વિતરણનું નામ અને ગ્રાહક સંખ્યા ભરો.
– હવે આધાર નંબર ટાઈપ કરતા પહેલા તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી લખવું પડશે.
– ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
– હવે તમારા મોબાઈલ, ઈમેલ પર એક ઓટીપી આવશે.
– તમને વન ટાઈમ પાસવર્ડ નાંખીને સબમીટ બટન પર ક્લિક કરી દો.
2. કસ્ટમર કેયરમાં ફોન કરીને ગેસ આધારને લિંક કરવા…
– ઈન્ડેન ગ્રાહકો એક કસ્ટમર કેયર નંબર પર ફોનલ કરીને પણ તમારા ગેસ કનેક્શનને આધાર સાથે લિંક કરાવી શકે છે.
– તેના માટે તમારે ગેસ કનેક્શનમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800 2333 555 પર કોલ કરવો પડશે.
– ત્યારબાદ તમે ઈચ્છો તો તમે પ્રતિનિધિ સાથે વાત કરીને આધાર નંબર જણાવો અને પોતાના ગેસ કનેક્શન સાથે તેને લિંક કરાવી દો..
LPGના ભાવમાં 50 રૂપિયાના વધારા પછી સબસીડી વગરનો 14.2 કિલોગ્રામનો LPG સિલેન્ડર (Gas cylinders)ની કિંમત 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. આ સિલેન્ડરની કિંમતોમાં આ બીજી વખત ભાવવધારો થયો છે.